Om Bla Bla
Om Bla Bla

શક્તિશાળી ફળ એટલે આમળા – એના ફાયદા જાણી ને દંગ રહી જશો

આમળા નામ તો સાંભળ્યું જ હશે ને? આમળા વિતામીન સી થી ભરપૂર ફળ છે. તેમાં મોસંબી કરતા પણ વધુ માત્રા માં વિટામિન સી મળી રહે છે. શિયાળા માં આમળા નું સેવન ખુબજ ગુણકારી સાબિત થાય છે. આમળા એ શક્તિ વર્ધક અને સ્વાસ્થ્ય વર્ધક ફળ છે. આમળા ને શક્તિશાળી ફળ પણ ગણવા માં આવે છે.

* આમળા માં ભરપૂર માત્રા માં વિટામિન સી હોય છે .અને આપણને ખબર જ છે કે વિટામિન સી આપણા શરીર માટે કેટલું ફાયદા કારક છે .
* આમળા આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે .
* આમળા લોહી ને શુદ્ધ કરવામાં ખુબ મદદ કરે છે .તે કરવા માટે આપણે રોજ સવારે આમળા નો જ્યુસ પીવો જોઈએ જેનાથી આપણું બ્લડ શિર્ક્યુલેશન ખુબ જ સારી રીતે થાય
છે .
* આમળા આપણા વાળ માટે પણ ખુબ ફાયદાકારક છે .આંબળા ના તેલ નું તમે ઘણી જગ્યા એ સાંભળ્યું હશે. વાળ ને શેમ્પુ થી ધોયા પછી આમળા નો રસ વાળ માં લગાવી પાંચ મિનિટ પછી ધોઈ લેવાથી વાળ રેશમી અને ચમકદાર થાય છે એટલે કે વાળ ને કુદરતી કંડીશનર પૂરું પાડે છે.
* આમળા ને વિવિધ રીતે ખાવા ના ઉપયોગ માં લય શકાય છે

-આમળા નું અથાણું
-આમળા નો મુરબ્બો
-આમળા નો રસ
* આમળા આપણી સ્કિન માટે પણ ખુબ ઉપયોગી છે .તેનો જ્યુસ પીવાથી આપણી સ્કિન એકદમ ચમકે છે .
* આમળા ને ઔસધ તરીકે પણ લઈ શકાય છે.
* આમળા નો જ્યુસ પીવાથી આપણા શરીર માં લીવર ને લગતી કોઈ બીમારી હોય તો પણ તે કંટ્રોલ માં આવી જાય છે અથવા બીમારી નો નાશ થાય છે .
* આમળા સ્વાદ માં ખાટા હોય છે તેથી નાના બાળકો થી લઈ ને મોટા બધા લોકો અમદા ને હળદર મીઠા વાળા પાણી માં પલાળી ને ખાય છે .
* આમળા નો જ્યુસ પીવાથી આંખો પર ના ચશ્મા ના નંબર પણ ઉતરી જાય છે .
* આજકાલ ના લોકો જંક ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે .એ તેનાથી ગેસ જેવી સમસ્યા ઉભી થાય છે .આમળા તે સમસ્યા ને દૂર કરે છે.
* મોઢા માં થનાર છાલા ,ચાંદી જેવી સમસ્યા ને દૂર કરે છે.
* આમળા માં એન્ટી ઓક્સિડ છે જે કેન્સર જેવા રોગ માં પણ ખુબ રાહત આપે છે .
* કોલેસ્ટ્રોલ પણ તરત કંટ્રોલ માં લાવી શકાય શકાય છે આમળા થી .

*આમળા માં ભરપૂર માત્રા માં ફાઈબર રહેલું છે તેથી આમળા ખાવાથી પેટ પણ સાફ થાય છે. એટલે કે કબજિયાત ની તકલીફ માં રાહત મળે છે.

* તો મિત્રો આ થઈ આમળા થી થતા ફાયદા ની વાત. આમળા નું સેવન અચૂક પણે શિયાળા માં કરવું જ જોઈએ.

About Author

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts