Om Bla Bla
Om Bla Bla

આ વસ્તુ નો ઉપયોગ બદલી દેય છે જીવન – મળે છે ગંભીર રોગો માં પણ રાહત

હેલો ,મિત્રો આજ હું તમારી સામે કલોન્જી ના ફાયદા લઇ ને આવી છું. જે કઇ રીતે તમારી લાઈફ બદલી દેશે,તમારા શરીર નું વજન કઇ રીતે મૈનટૈન કરી દેશે. કલોન્જી આપણા શરીર માટે ખુબ ઉપયોગી હોય છે કલોન્જી ની ખેતી ઇન્ડિયા માં ખુબ સારી રીતે થાય છે.આ આપણે બજાર માં બહુ જોઇ હોતી નથી પરંતુ આ મોટા બજાર માં અથવા ઑન લાઈન મેળવી શકો છો.તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કલોન્જી નો આપણે કઈ રીતે ઉપયોગ કરીશુ તો કેટલા ફાયદા થશે.

-કલોન્જી આપણા શરીર નું વજન ઉતારવા માટે ખુબ ઉપયોગી છે તેના માટે તમે તેને કોઈ પણ ખાવાની વસ્તુ માં ઉમેરી ને ખાય શકો છો

-જે લોકો ને શિયાળા માં શરદી નો પ્રોબ્લેમ રહે છે તો તે લોકો ને પણ કલોન્જી ખાવાની કોઈ પણ વસ્તુ માં નાખીને ખાવાથી તરત રાહત મળે છે .

-સ્કિન પ્રોબ્લેમ જેવા કે આપણી સ્કિન પર કોઈ ઇજા પોહચી હોય તો એ જગ્યા એ કલોન્જી ને પીસી ને જે રસ નીકળે તે સ્કિન પર લગાવવાથી રાહત મળે છે

-કલોન્જી હિમોગ્લોબીન ની અથવા આયર્ન ની ઉણપ ની સમસ્યા ને પણ દૂર કરે છે .

-જે લોકો ને રાત ભર ખારાટા(નસકોરા નો અવાજ )નો પ્રોબ્લેમ રહે છે તે લોકો માટે પણ આ કલોન્જી નો રસ ખુબ ઉપયોગી છે.

-જે લોકો ને હાઈ બીપી નો પ્રોબ્લેમ રહે છે અથવા કોલેસ્ટ્રોલ અથવા હૃદય ના પ્રોબ્લેમ રહે છે તે લોકો માટે પણ કલોન્જી ખુબ ઉપયોગી છે .

-એક બીજો અસર કે જે લોકો ખુબ દવા લઇ રહ્યા હોય છે પરંતુ કોઈ ફેર પડતો નથી તે લોકો માટે કલોન્જી ખુબ ઉપયોગી છે પરંતુ કલોન્જી ઉનાળા માં ખાસો તો નાક માંથી લોહિ
નીકળવાના ચાન્સ રહે છે તેથી તેને શિયાળા માં લેવી જોઈએ .

-કલોન્જી માં ૧૫ ટકા એમિનો એસિડ હોય છે અને જે વસ્તુ માં એમિનો એસિડ હોય છે તે વસ્તુ નો ગુણ હંમેશા ગરમ હોય છે તે વસ્તુ નું આપણે ધ્યાન રાખવું જોઈએ .

-કલોન્જી માં ૧૫ ટકા એમિનો કોપર હોય છે તેનાથી તમારું હિમોગ્લોબીન ની સમસ્યા દૂર થશે તેથી તેને તમે દાળ,શાક,રોટલી જેવી વસ્તુ માં નાખી ને ખાય શકો છો.

-શિયાળા માં ઘણા લોકો ને ગળા માં પ્રોબ્લેમ થાય છે તેના માટે કલોન્જી ને પીસી ને તેને ગરમ પાણી માં નાખી ને થોડી વાર ગરમ થવા દેવી અને ત્યારબાદ તે કલોન્જી ને રૂમાલ
માં નાખીને તે રૂમાલ ગળા પર બાંધી દેવો .અથવા કલોન્જી ને કોઈ પણ ખાવાની વસ્તુ માં નાખીને ખાય શકો છો તો પણ ગળા ના પ્રોબ્લેમ દૂર થશે.

-ગળા માં જે લોકો ને ઇન્ફેકશન હોય છે તે લોકો ને માટે અજમો અને કલોન્જી નું સેવન કરવાથી તે સમસ્યા દૂર થાય છે.

-જે લોકો ને કેન્સર ની બીમારી હોય છે જેમ કે બ્રેસ્ટ ,બ્રેઈન ,ઓરલ,કેન્સર હોય તે લોકો માટે કલોન્જી ખુબ ફાયદા કારક હોય છે .અને જો પેહલા સ્ટેજ પર કેન્સર હોય તે લોકો
માટે કલોન્જી નું સેવન ખુબ એટલે ખુબ જ ઉપયોગી છે પેહલા સ્ટેગ વાળા ને જડમુળ માંથી કેન્સર જતું રહે છે .

-જે લોકો ને શિયાળા માં સ્કિન પ્રોબ્લેમ હોય છે, મસલ્સ પ્રોબ્લેમ, સ્કિન ફાટી જવી અથવા સૂકી પડી જવી ,શિયાળા થતા અમુક હાડકા ના પ્રોબ્લેમ થતા હોય છે તે લોકો માટે
કલોન્જી નું ઓઇલ ખુબ ઉપયોગી છે તેના માટે એક કપ ઓલિવ ઓઇલ માં ૧ ટી સ્પૂન કલોન્જી નાંખીશુ,૧ ટી સ્પૂન અજમો નાંખીશુ અને ૫૦ગ્રામ લસણ નાંખીશુ અને તેને
ધીમા ગેસ ના તાપ પર બનાવવાનું છે ધુમાડો ના નીકળે તેટલું ધ્યાન રાખવું.અને તે ઓઇલ ની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની તમે માલિશ પણ કરી શકો છો અથવા
તેને સેલાડ ની અંદર નાખીને ખાય પણ શકો છો.

-શિયાળા માં વજન જલ્દી ઉતારવું હોય છે પરંતુ ભૂખ લાગવાને કારણે શરીર નું વજન ઉતરતું જ નથી તેના માટે તમે કલોન્જી,અજમો અને લસણ નું શાક બનાવીને પણ ખાય શકો
છો આ શાક ખાવામાં એકદમ ચટપટું હોય છે જેથી તમારી ભૂખ પણ મટી જશે .

About Author

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts