મેથી દાણા એક પ્રકાર ની જડીબુટી છે.તેનો ઉપયોગ આપણે દરેક પ્રકાર ની બીમારીઓ માં કરી શકીયે છીએ .સૂકી મેથી માં એવા ઘણા ઐષધીય ગુણો છે જેના કારણે તેનો આયુર્વેદ માં ખુબ માત્રા માં ઉપયોગ થાય છે .ચહેરા થી લઇ ને અનેક રીતે ઉપયોગી થતી એવી મેથી ના અનેક ફાયદાઓ છે .તો ચાલો આપણે જાણીયે સૂકી મેથી ના ફાયદા
(1)- મેથી ને ઘી માં સેકી ને દળી ને તેનો લોટ બનાવવો પછી ગોળ ઘી નો પાક કરી ને સુખડી ની માફક હલાવી ને તેને નાના નાના લાડુ બનાવવા એક અઠવાડિયા સુધી રોજ
સવારે એક એક લાડુ ખાવાથી અઠવાડિયા માં વા થી જકડાય ગયેલા અંગો છુટા પડશે અને હાથ-પગે થતી વા ની કળતર મટે છે .
(2)-એક નાની વાડકી માં સૂકી મેથી ના લોટ ને રાત્રે દૂધ માં પલાળીને રાખવો પછી સવારે એક વાસણ માં ઘી ગરમ કરી ને તેમાં દૂધ માં તૈયાર કરેલો લોટ નાખીને હલાવી લેવો અને
એકરસ થાય ત્યાંરબાદ તેને ગેસ પર થી નીચે ઉતારી લેવું પછી તેમાં ગોળ મેળવીને પ્રસૂતા સ્ત્રી ને એકવીસ દિવસ સુધી ખવડાવવા થી ધાવણ છૂટ થી આવે છે .
(3)-ખરતા વાળ ને રોકવા માટે મેથી ના દાણા નો ખુબ ઉપયોગ કરવામાં આવે છે એક બે મોટી ચમચી મેથી ને રાત્રે પાણી માં પલાળી ને સવારે મિક્સર માં પીસી લો અને આ પેસ્ટ
માં થોડું દહીં અને ઓલિવ ઓઇલ ઉમેરી ૧૦-૧૫ મિનિટ સુધી માથા માં નાખીને રહેવા દો ત્યાર વાળબાદ વાળ ને શેમ્પુ વડે ધોઈ દો એક અઠવાડિયા માં જ આ
પ્રયોગ કરવાથી અચૂક ફાયદો થાય છે .
(4)-જો તમારે બ્લડ પ્રેસ્સર ની સમસ્યા છે તો મેથી નો ઉપયોગ કરો મેથી માં એન્ટી હાઇપરટેન્સિવ નો ગુણ હોઈ છે જે બ્લડ પ્રેસર ને કંટ્રોલ માં રાખે છે .દરરોજ એક થી બે ગ્રામ
મેથી ને ચાવીને ઉપર પાણી પી જવાથી આ સમસ્યા દૂર થાય છે .
(5)-શરદી અને ઉધરસ થી પણ સૂકી મેથી છુટકારો આપે છે .એક ચમચી મેથી ના ભુકકા ને લીંબુ ના રસ અને મધ સાથે મિલાવીને દિવસ માં બે વાર ખાવાથી શરદી ઉધરસ અને
તાવ માં રાહત મળે છે .
(6)-મેથી માં પિત્ત ને દૂર કરવાનો ,ગેસ ને મટાડવાનો અને લોહી ને શુદ્ધ કરવાનો ગુણ રહેલો છે બે ચમચી મેથી અને બે ચમચી સોવા લઈને તાવી પર સેકી ,અડકચરા ખાંડી
લો.અને દરરોજ આ મિશ્રણ થોડું થોડું ખાવાથી પિત્ત,ઉબકા ,વાયુ ,ગેસ જેવી સમસ્યા દૂર થાય છે .
(7)-મેથી નું ચૂર્ણ રોજ સવાર સાંજ ગોળ અથવા પાણી નાખીને ખાવાથી કબજિયાત દૂર થાય છે અને લીવર બળવાન બને છે .
(8)-મેથી ને આપણે રસોઈ કામ માં લઈ શકીયે છીએ .મેથી ના દાણા અથવા મેથી ના ભુક્કા ને વઘાર કરતી ફેરી રસોઈ માં નાખવાથી રસોઈ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે
(9)-મેથી ને સેકીને તેનો પાવડર કરીને તેમાં દહીં ઉમેરી ને ખાવાથી જાડા જેવી સમસ્યા માં રાહત મળે છે .
(10)-રાત્રે મેથી ને ગરમ પાણી માં પલાળીને સવારે તેને નરણા કોઠે ખાવાથી આપણે ઝડપ થી વજન ઓછું કરી શકીયે છીએ.
(11)-મેથી ને સેકવાથી ,પલાળીને ખાવાથી,કાચી મેથી નો પાવડર કરી ને પીવાથી ,પાક બનાવીને ખાવાથી તેના ગુણધર્મ બદલાતા રહે છે તેથી મેથી ને કઈ રીતે અને ક્યાં રોગ માં
ઉપયોગ માં લેવી તે જાણવું જરૂરી છે .
Have something to add? Share it in the comments.