કેમિકલ યુક્ત કંડીશનર નો ઉપયોગ ટાળો – આના ઉપયોગ થી વાળ ને કુદરતી કંડીશનર મળી રહે છે

Saxi

Entertainment

આજના યુગ માં ઘણા લોકો ની ઈચ્છા હોય છે કે તેમના વાળ દેખાવ માં ખુબ સુરત હોય .ખુબ સુરત વાળ માત્ર આપણી ખુબસુરતી વધારવામાં નહીં પરંતુ આપણી પર્સનાલિટી વધારવામાં પણ મદદ કરે છે તેમજ આપણે ક્યાંક બહાર જવાનું હોય એટલે આપણે તરત વાળ ને વૉશ કરીયે છીએ. પણ તે કરતા જ વાળ સુકાયેલા અને જીવ વિના ના લાગે છે.તો ચાલો આજ જાણીશુ ઘરે આપણે કેવી રીતે હેર કન્ડિશનર બનાવીયે .અને આ કર્તાની સાથે જ આપણા વાળ આપણે જેવા ઈછિયે છીએ તેવા જ લાંબા ,સુંવાળા અને શાઈનિંગ મારતા થઈ જશે.

(1)કુંવારપાઠા (એલોવેરા ) નો પ્રયોગ:-આયુર્વેદ ના ગુણો થી ભરપૂર એલોવેરા થી વાળ માટે નું કન્ડિશનર માટે સૌ પ્રથમ એક ચાકુ જોઈશે ચાકુ ની મદદ થી એલોવેરા ના પાનમાંથીજેલ નીકાળી લો.હવે ચાર ચમચી જેલ માં એક ચમચી લીંબુ ઉમેરી લો .તેને ૧૦ મીન સરખું મિલાય દો.અને વાળ માં ૧૦-૧૫ મિનિટ સુધી લગાવી ને રાખો.ત્યારબાદ તેનેહુંફાળા પાણી થી વૉશ કરી દો અને રૂમાલ વડે સુકવી દો.

(2)ડુંગળી નો પ્રયોગ :-એક બાઉલ માં બે ડુંગળી જીણી જીણી સમારીને રાખો હવે તેમાં અડધો બોઉલ ભરાય તેટલું કોકોનેટ(કોપરેલ ) ઓઇલ ઉમેરો ત્યારબાદ તેને એક મોટા લોખંડના વાસણ માં ગરમ કરો ડુંગળી જ્યાં સુધી એકદમ કાળા રંગ ની થાય જાય ત્યાં સુધી તેલ ગરમ કરો અને ડુંગળી ને હલાવતા રહો ડુંગળી કાળી થાય પછી તેને એજ વાસણમાં એક કલાક જેટલું ઠંડુ પાડવા દો અને ત્યારબાદ એક બોટલ માં તેને ગાળી લો આ ઓઇલ તમે અઠવાડિયા માં એક વાર માથા માં નાખી અને ૪-૫ દિવસ માથા માં રાખીપછી વાળ ને શેમ્પુ માં અડધું લીંબુ નાખીને ધોઈ નાખશો એટલે તમારા વાળ નો ગ્રોથ ,કલર ,લંબાઈ ઝડપ થી વધશે અને આ બહાર ના કન્ડિશનર કરતા પણ ખુબ સારું કામઆપશે .

(3)વિનેગર નો પ્રયોગ:-વાળ માટે વિનેગર ખુબ ઉપયોગી છે.તમે વાળ માં મગ ના પાણી માં વિનેગર ઉમેરી વાળ ને વૉશ કરી દો ત્યારબાદ તે મગ પાણી વાળ માં લગાય દો અનેએમ જ સુકાવવા દો.થોડા જ સમય માં વાળ શયનીંગ કરવા લાગશે.

(4)કેળા નો પ્રયોગ :-કેળા નો પ્રયોગ આપણે હેર કન્ડિશનર તરીકે કરી શકીયે છીએ .તેને બનાવવા માટે એક પાકા કેળા ને સારી રીતે પેસ્ટ બનાવીને તૈયાર કરી લો.તેમાં બે ચમચીઓલિવ ઓઇલ ઉમેરો.તેમાં એક ચમચી મધ ઉમેરી ને સારી રીતે ભેળવી દો .આ પેસ્ટ ને અડધો કલાક માં વાળ માં લગાવીને રહેવા દો.ત્યારબાદ વાળ ને પાણી વડે વૉશ કરીદો.

(5)આમળા, અરિઠા અને શિકાકાઈ નો પ્રયોગ :-આમળા તમારા વાળ માટે ટૉનિક તરીકે કામ કરે છે.એન્ટિઓક્સિડન્ટ્સમાં, શિકાકાઈ તમારા વાળને નરમ અને તંદુરસ્ત બનાવવા માટે તમારા વાળના ફોલિકલ્સનેપોષાય છે. પ્રાચીન સમયથી વાળની સંભાળ માટે વપરાયેલા,અરિઠા તમારા વાળને નરમ અને ચળકતી બનાવે છે.એક બાઉલમાં, આમળા,અરિઠા અને શિકાકાઈ પાવડર ઉમેરોઅને તેને ભેળવી દો.આગળ, તેમાં ઇંડા ખોલો.એક પેસ્ટ બનાવવા માટે મધ ઉમેરો અને બધું સારી રીતે ભેળવી દો.તમારા માથા ઉપરની ચામડી પર લગાવી દો. અને તેનેતમારા વાળની લંબાઈમાં કાર્ય કરો.ધીમે ધીમે થોડી સેકન્ડો માટે તમારા માથા ઉપરની ચામડી પર મસાજ કરો.30-35 મિનિટ માટે તેને છોડી દો.ઠંડા પાણીનો ઉપયોગ કરીનેતેને સાફ કરો.