કહેવામાં આવે છે કે ઋતુ ફળ કોઈપણ હોય તેનું સેવન શરીર માટે લાભદાયક હોય છે. પરંતુ બધા જ લોકો એ ઋતુ ફળ જમ્યા બાદ જ ખાવા જોઈએ. કેળા પણ એક એવું જ ફળ છે જે વિટામિન, પ્રોટીન અને બીજા પોષક તત્વોથી ભરપૂર છે. એમ તો કેળા બારે મહિના બજારમાં ઉપલ્બ્ધ હોય છે. પરંતુ વરસાદની સિઝનમાં તે શરીર માટે વધારે લાભદાયક હોય છે.કેળામાં થાયમિન, રિબોફ્લેવિન, નિયાસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામીન એ અને વિટામિન બી પર્યાપ્ત માત્રામાં રહેલા હોય છે. આ ઉપરાંત પણ કેળા ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો કે કેળામાં વિટામીન સી, વિટામીન એ, પોટેશીયમ અને વિટામીન બી6 હોય છે
તેમાં લગભગ ૧૦૫ કલેરી મળી આવે છે જે શરીરને કોઈપણ પ્રકારની નબળાઈથી બચાવે છે. જો તમે વ્યાયામ કર્યા પછી થાકી જાઓ છો, તો તરત એક કેળું ખાઈ લો. તે લોહીમાં ગ્લૂકોઝનું સ્તર વધારે છે અને તમને શક્તિ આાપે છે.
પાચન શક્તિ ને મજબૂત કરવા રોજ કેળા નું સેવન કરવું જોઈએ.
કેળા માં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેડ રહેલા છે જેના લીધે શરીર માં ઉર્જા નું સંચાર થઈ છે. જેથી આળસ થતી નથી.
વિટામિન એ પણ કેળા માં હોવાથી આંખો ને પણ સ્વસ્થ રાખે છે. જેથી આંખો ની સમસ્યા થી દૂર રહી શકાય છે.
કેળા ડિપ્રેશન સામે લાડવા માં પણ મદદ કરે છે. તેમાં રહેલું ટ્રિપ્ટોફન નામ નું તત્વ ચિંતા અને હતાશા ના હૉર્મન ને દૂર કરે છે. જે લોકો ડિપ્રેશન નો સામનો કરતા હોય એમને કેળા નો ઉપયોગ રોજિંદા ખોરાક માં કરવો જોઈએ.
કેળામાં પોટેશિયમની માત્રા વધારે હોય છે અને સોડિયમની માત્રા ખુબ જ ઓછી હોય છે. જેના
કારણે તે તમારા બ્લડપ્રેશને કંટ્રોલ કરે છે. તે તમારા શરીરમાં પાણીની ઉણપ પણ થવા દેતા નથી અને
તમારા શરીરને હાર્ટ એટેક અને સ્ટ્રોક થી બચાવે છે.
કેળા ખાવાથી એસિડીટી ઓછી થાય છે કેળામાં એવા ઘણા બધા તત્વો મળી આવે છે જે અમ્લતા એટલે કે
એસિડીટી બચાવે છે. તે તમારા પેટમાં અંદરની પરત ચઢાવીને અલસર જેવી બિમારીઓથી બચાવે છે
ઝાડાથી બચાવે છે
ડાયરિયાના કારણે તમારા શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે, જેનાથી નબળાઈ આવી જાય છે.
કેળામાં પોટેશિયમ ખૂબ જ સારી એવી માત્રામાં મળી આવે છે. એટલા માટે કેળા ખાવાથી ઝાડાથી
બચી શકાય છે.
મેળવો ચમકદાર ત્વચા
કેળાના ઉપયોગથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. કેળામાં વિટામીન સી, એ, પોટેશિયમ,
કેલ્શિયમ, ફોસ્ફરસ અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. એવામાં તેને ખાવા અને સ્કીન પર
લગાવા બન્ને જ ફાયદાકારક હોય છે
Have something to add? Share it in the comments.