અંજીરને અંગ્રેજીમાં Figs કહેવાય છે. આરબ દેશો માં અંજીર ને ‘જન્નત નું ફળ’ કહેવા માં આવે છે. અંજીરમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. ડ્રાય અંજીર આખા વર્ષ દરમિયાન બજારમાં મળે છે. અંજીરના ફાયદા પર એક નજર નાખો…
:- જો તમારા મોઢામાં છાલા પડી ગયા છે તો અંજીરના પાંદડા મોઢામાં રાખી શકો છો. 2-3 પાંદડા ચાવ્યા પછી કોગળા કરી લો. તમને લાગશે કે કોગળામાં તમારા મોઢાની ગંદકી પણ બહાર નીકળી ગઈ.
* કિડની સ્ટોન માટે
અંજીર ખાવાથી કિડનીમાં રહેલી પથરી બહાર નીકળી શકે છે. આજકાલ બગડતી જતી લાઈફસ્ટાઈલને કારણે પથરી એક સામાન્ય બીમારી બની ગઈ છે. જો તમને પણ કિડની સ્ટોનની સમસ્યા છે તો અંજીરના 5-6 પાંદડા એક કપ પાણીમાં ઉકાળો અને એક મહિના સુધી પીવાનું રાખો. આનાથી ઘણી રાહત મળશે.
*ખીલથી છૂટકારો
જો તમારા ચેહરા પર ખીલ વધી ગયા છે તો અંજીરની પેસ્ટ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પેસ્ટને 15થી 20 મિનિટ સુધી મોઢા પર લગાવી રાખો. આ સિવાય તમે અંજીરની ડાળીમાંથી નીકળતા પ્રવાહી અને પાંદડા વાટીને પણ પેસ્ટ બનાવી શકો છો. આનાથી ફેસ ગ્લો કરશે. સાથે જ તેમાં એન્ટી-એજિંગ પ્રોપર્ટીઝ પણ હોય છે.
*ડાયાબીટીઝમાં પણ ફાયદાકારક
અંજીર ખાવાથી ડાયાબીટીસમાં પણ આરામ મળે છે. અંજીરમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. આનાથી ઈન્શ્યુલિન ઓબ્ઝર્બ કરવાની ક્ષમતા વધે છે. જો તમે રોજ અંજીરના દાણા ખાશો તો સુગર લેવલ કંટ્રોલમાં રહેશે.
*કબજિયાતની તકલીફ દૂર થશે
રોજ બે-ત્રણ ડ્રાય અંજીર મધ સાથે ખાવા જોઈએ. સતત એક મહિના સુધી આમ કરવાથી કબજિયાતની તકલીફમાં આરામ મળશે.
* ફર્ટિલિટી વધે છે
અંજીરમાં ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે. આ જ કારણે અંજીર ફર્ટિલિટી વધારવામાં પણ મદદગાર સાબિત થાય છે.
Have something to add? Share it in the comments.