જમ્યા પછી આ ડ્રિન્ક પી લેશો તો પેટ તથા કમર ની આસ-પાસ ની ચરબી ઓગળી જશે
RipalEntertainment
આ ડ્રિન્ક ને દિવસ માં બે વાર પીવાથી વધેલું પેટ, પેટ તથા કમર ની આસ પાસ ની ચરબી જલ્દી ઓછી થઈ જશે. આ ડ્રિન્ક ને જમ્યા ના અડધી કલાક પછી પીવાથી માત્ર ૨૦ થી ૨૫ દિવસ માંજ પેટ તથા કમર ની આસ પાસ ની ચરબી ઓછી થઈ જશે. આ ડ્રિન્ક ખુબજ અસરકારક સાબિત થશે. મોટા ભાગે ખુબજ ધીમી પાચન ક્રિયા ના કારણે પેટ તથા કમર ની આસ-પાસ ચરબી જમા થાય છે. આ ડ્રિન્ક પીવાથી આપણું પાચનતંત્ર ઝડપ થી કામ કરતુ થઈ જાય છે કે જે પણ ખાસો તે જલ્દી પચી જશે અને તે આપણા પેટ પર જમા નય થાય.આ ડ્રિન્ક ખાલી પેટ નથી પીવાનું. ઘણા લોકો ને ખાલી પેટ આવા કોઈ ડ્રિન્ક લેવા નથી ફાવતા ઘણા ને એસિડિટી થાય છે તો ઘણા ને સવારે ચા કોફી વગર ફાવતું નથી તો આવા લોકો માટે આ ડ્રિન્ક ખુબજ કામનું સાબિત થવા નું છે. આ ડ્રિન્ક નો ટેસ્ટ પણ સારો છે તેથી પીવું તો ગમશે જ પણ સાથે પીધા પછી તાજગી પ્રદાન કરશે.
આ ડ્રિન્ક બનાવવ માટે મીઠા લીમડા ના પત્તા નો ઉપયોગ કરવાનો છે. મીઠો લીમડો ઘણી વસ્તુઓ બનાવવા માં વપરાય છે પણ અહીં આ ડ્રિન્ક બનાવવા માટે આનો ઉપયોગ કરવા નો છે. મીઠા લીમડો ચરબી પીગળવા માં તથા સ્કિન અને વાળ ની માવજત કરવા માં ખુબજ ઉપયોગી સાબિત થાય છે અને પાચન શક્તિ ફાસ્ટ કરવા માં પણ મદદરૂપ થાય છે. આપણે અહીં એક મુઠ્ઠી જેટલા મીઠા લીમડાના પત્તા લેવાના છે તેને એકાદ દિવસ તડકા માં કે છાયા માં રાખી ને સુકવી લેવા. ત્યાર બાદ ૪ મોટી ચમચી જીરું લેવાનું છે. જીરું પણ પાચન ક્રિયા ફાસ્ટ કરે છે અને સાથે જ લોહીનું પરિભ્રમણ જલ્દી કરે છે. ત્યારબાદ આપણે અહીં લઈશુ ૨ મોટી ચમચી વરયાળી. વરયાળી પાચન શક્તિ તો વધારે જ છે સાથે સાથે એસિડિટી , પિત્ત, તથા કબજિયાત માં પણ રાહત આપે છે. હવે વરિયાળી અને જીરા ને એકસાથે એક કઢાય માં લય ને શેકવાના છે. શેકતી વખતે તે બળી ના જાય તે ધ્યાન રાખવું. જીરું અને વરિયાળી ની સુગંધ આવવા લાગે ત્યાં સુધી સેકી લેવા. ત્યાર બાદ સુકવેલો મીઠો લીમડો અને સેકેલા જીરું તથા વરિયાળી ને એક મિક્ષર ના જાર માં લય ને પીસી લેવા. એકદમ બારીક પાવડર થાય ત્યાં સુધી પીસી લેવું.બપોરે અને રાત ના જમ્યા પછી અડધી કલાક બાદ એક ગ્લાસ ગરમ પાણી લેવું. તમે આરામ થી પી શકો એટલું ગરમ પાણી લેવું તેમાં એક ચમચી આ પાવડર એડ કરવો ત્યાર બાદ અડધા લીંબુ નો રસ ઉમેરવો. આ ડ્રિન્ક ને બરાબર હલાવી ને ધીમે ધીમે આરામ થી પીવું. આ ડ્રિન્ક ૨૦ થી ૨૫ દિવસ પીસો તો પેટ ની ચરબી ઓછી થાય જશે અને સાથે જ સ્કિન પણ ચમકદાર થશે.આ ડ્રિન્ક નો પ્રયોગ કરો ત્યારે જમવા માં તળેલી વસ્તુઓ ના ખાવી તથા મીઠાઈ પણ બને ત્યાં સુધી નથી ખાવાની. જમ્યાં પછી પાણી નય પીવાનું. જમ્યા ના અડધી કલાક પછી આ ડ્રિન્ક પીવાનું છે અને ત્યાર બાદ અડધી કલાક પછી જ પાણી પીવું. મિત્રો આ ડ્રિન્ક નો પ્રયોગ ખરેખર મોટાપો દૂર કરવા માં મદદ કરે છે એક વાર જરૂર થી પ્રયોગ કરજો.