Om Bla Bla
Om Bla Bla

લોહતત્વ થી ભરપૂર પાલક – ચાલો જાણીએ પાલક ના જબરદસ્ત ફાયદા

દરેક ડોક્ટર લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપે છે. લીલા શાકભાજીમાં તમામ પોષક તત્વો વિપુલ પ્રમાણમાં હોય છે. પાલકને પહેલા લીલા શાકભાજીના નામે યાદ કરવામાં આવે છે. સ્વાદ સિવાય પાલક પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. પાલક મોટેભાગે ઠંડીની ઋતુમાં આવે છે, અને શિયાળામાં તેને ખાવાના ફાયદા પણ ઘણા છે.

*પાલક માં લોહતત્વ મોટા પ્રમાણ માં રહેલું છે. આજે આપણે પાલક વિષે થોડી વાત કરીયે.
પાલકનો જ્યુસ બનાવવાની રીત : પાલકનો જ્યુસ બનાવવા માટે પાલક અને ફુદીનાના પાન, કોથમીર ને ધોઇને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં પાણી, શેકેલું જીરું, મરી પાઉડર, આદુ નો રસ અને લીંબૂ મિક્સ કરો. પાલકનો જ્યુસ પીવા માટે તૈયાર છે. જેમને પાલક કાચી ના સદતી હોય તે લોકો પાલક ને થોડી બાફી ને ઉપયોગ કરી શકે.

1: પાલકના જ્યુસમાં એન્ટી-ઑક્સીડેન્ટ્સ મળી આવે છે. જે ત્વચાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે જ તેના સેવનથી ચહેરા પર ગ્લો આવે છે.

2:પાલકમાં વિટામિન સારા પ્રમાણમાં હોય છે. જેથી પાલકનો જ્યુસ પીવાથી હાડકાં મજબૂત થાય છે.

3:પાચનક્રિયાને તંદુરસ્ત રાખવા માટે પણ પાલકનો જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. આ શરીરના વિષાક્ત પદાર્થોને બહાર નિકાળવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તમને કબજિયાતની સમસ્યા છે તો પણ પાલકનો જ્યુસ તમારા માટે ફાયદાકારક રહેશે.

4:જો તમને ચામડીને સંબંધિત કોઇ સમસ્યા છે તો પાલકનો જ્યુસ તમારા માટે ફાયદાકારક રહેશે. પાલકનો જ્યુસ પીવાથી ત્વચામાં નિખાર આવે છે. પાલકનો જ્યુસ વાળની સુંદરતા માટે પણ ફાયદાકારક છે.

5:ગર્ભવતી મહિલાઓ માટે પણ પાલકનો જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. પાલકનો જ્યુસ પીવાથી ગર્ભવતી મહિલાના શરીરમાં આયર્નની ઉણપ દૂર થઇ જાય છે.

6:પાલકમાં રહેલ કેરોટીન અને ક્લોરોફિલ કેન્સરથી બચવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત આંખોની રોશની માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

*ધ્યાન માં લેવા જેવી બાબત*
1:પાલક ની અંદર સારા પ્રમાણ માં ફાયબર હોઈ છે જો આપણે તેનું વધુ સેવન કરીયે છીએ તો ગેસ ,અપચા ની સમસ્યા થઇ શકે છે . આવી તકલીફ થાય તો જ્યુસ ગાળીને પીવો. અથવા થોડું ગરમ કરી ને પીવું.

2:પાલક ની અંદર રહેલ ઓર્ગરેનીક પદાર્થ શરીર ની અંદર યુરિક એસિડ બની જાય છે જે આપણા શરીર માટે નુકશાન કારક છે જે સમય જતા નાની પાથરી માં પરિવર્તિત થઈ શકે છે. તેથી પાલક ને થોડા ઉકળતા પાણી માં નાખી ને ત્યારબાદ તેનો ઉપયોગ કરવો જોઈએ.

3:પાલક ની ભાજી વાયુ કરનાર હોઈ છે જેથી તેનું સેવન ચોમાસા ની ઋતુ માં ના કરવું જોઈએ. અથવા આવા સમયે પાલક નો ઉપયોગ કરવો હોય તો તેમાં લસણ કે આદુ નાખી ને તેનું સેવન કરવું જોઈએ.

4:પાલક ની ભાજી(પાન) નો ઉપયોગ ક્યારેય એમનમ ના કરવો જોઈએ તેના કોઈ પણ બીજા વેજિટેબલ નો ઉમેરો કરવો જોઈએ જેથી આપળને પાલક થી જાડા ની સમસ્યા હશે તો તે દૂર થશે .

About Author

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts