ગરીબો ની બદામ એટલે મગફળી – ચાલો જાણીએ તેના ચમત્કારિક ફાયદા

Saxi

Entertainment

મગફળીને કોણ નથી ઓળખતું. એનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. પણ ઘણા ઓછા લોકો એ જાણતા હશે કે, આ મગફળી સ્વાસ્થ્યની દૃષ્ટિએ બદામ કરતા પણ વધારે શક્તિશાળી હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ૧૦૦ ગ્રામ મગફળીથી તમારી ૨૫ % કેલરીની પુરતી થઇ શકે છે. આપણા બધા માટે જ મગફળી ખુબ જ ગુણકારી ગણાય છે. એટલા માટે એનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે સારું રહે છે.

* મગફળી શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખે છે.* તેમાં રહેલા વિટામિન-ઇ,વિટામિન-બી 6 મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝીંક અને આયરન જેવા તત્વો રહેલા છે.* મગફળીમાં ઓમેગા -6 ફેટી એસિડ્સ ભરપૂર હોય છે,જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે.* લોકો એમને શેકીને, બાફીને, અથવા કોઈ રસોઈ કે મીઠાઈ માં નાખીને ખાતા હોય છે. અને એનો સ્વાદ સર્વેને ખુબજ પસંદ હોય છે.* મગફળી માંથી સિંગતેલ બને છે. શીંગ તેલ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને રસોઈમાં વપરાય છે.* મગફળીમાં ફાયબરનું પ્રમાણ પણ ખુબ જ વધારે હોય છે. જેના કારણે આપણું પાચનતંત્ર સારું બની રહે છે.* જે લોકોને પેટ સબંધિત કોઈ પણ સમસ્યા રહેતી હોય તેના માટે મગફળી ખુબ જ ફાયદાકારક રહે છે.* પલાળીને મગફળી નું સેવન હૃદય માટે ખૂબ ફાયદાકારક છે, તેથી હ્રદયના દર્દીઓએ રોજ પલાળીને મગફળી લેવી જોઈએ.* તે ગેસ અને એસિડિટીની સમસ્યાને પણ દૂર કરે છે,* પીઠના દુખાવામાં પણ સવારે પલાળી મગફળીનું સેવન કરવું જોઈએ.* દરરોજ સવારે પલાળીને મગફળી ખાવાથી સ્મૃતિ ગતિ થઈ શકે છે.* મગફળી માં ટ્રીપટોફાન નામનું એમીની એસિડ હોય છે જે તમારા મૂડ ને હંમેશા પ્રફુલ્લિત રાખે છે .અને હોર્મોન સેરોટિન નો સંચાર વધારે છે.જેનાથી તમારો મગજ શાંત રહે .* બાફેલી મગફળી ખાવાથી લોહી નું પરિભ્રમણ તેજ થાય છે .જેનાથી અલ્ઝાઇમર નામનો રોગ દૂર થાય છે .