અનેક તકલીફો માટે રામબાણ ઈલાજ એટલે હિંગ

Saxi

Entertainment

હિંગ એક એવી રીતે આપણા રોજિંદા જીવન માં મદદ રૂપ બને છે જે જાણીને આપણે તેનું પાલન કરીશુ તો આપણા શરીર માં કોઈ જાત ના રોગ નહીં રહે .કેમકે આજ ની લાઈફ સ્ટાઇલ એ મેડિસિન (દવા )લાઈફ થઇ ગઈ છે અને બધા નું બસ એજ કહેવું છે કે મેડિસિન (દવા)વિના લાઈફ કઈ રીતે જીવવી .ઘણા ના મગજ માં તો હવે ફિટ જ થઈ ગયું છે કે દવા નહિ હોઈ તો લાઈફ સારી રીતે નહીં જીવી શકીયે તો મિત્રો એ વાત ખોટી છે આજ હું તમને રોજ હેરાન કરતા અમુક રોગો થી છૂટકરો કઈ રીતે મેળવવો એ લઈ ને આવી છું.તો ચાલો જોઈએ હિંગ માં રહેલા ગુણ અને તેનાથી થતા ફાયદા :-

* હિંગ ની તાસીર ખુબ ગરમ હોઈ છે તેથી તે ઠંડી માં ખુબ મદદ કરે છે .હિંગ માં કોઉમરીન નામનું પદાર્થ મળી આવે છે જે લોહી ને જામવાથી બચાવે છે.અને લોહી ને પાતળું કરે છે. હિંગ ને ચપટી ચપટી વાપરવી જોઈએ કેમકે તેઆપણા શરીર માટે ગરમ હોઈ છે .દાળ શાક માં હિંગ નાખવાથી ખુબ જ સારો એવો ટેસ્ટ આવે છે અને આપણું ખાધેલું પાચનઝડપ થી થઈ જાય છે.

*હિંગ નો ઉપયોગ રાત ના સમયે સુતા ફેરી કરવો.એક વાસણ માં હિંગ લઈ ને તેને ગરમ કરવી સાથે થોડું પાણી ઉમેરવું અને તે ગરમ થઈ જાય પછી તેને પેટ પર લગાવવાથી પેટ સાફ થઈ જાય છે.

*ગેસ ,કબજિયાત ,પેટ માં વધુ ભરાવો જેવી સમસ્યા માં હિંગ ખુબ જ ઉપયોગી છે.હિંગ ના પાવડર ને ગરમ પાણી સાથે પીવાથી આ સમસ્યા દૂર થઈ છે .

*હિંગ ને મધ અને આદુ ની સાથે પીવાથી ખાંસી જેવી સમસ્યા દૂર થઈ છે.

*રોજ હિંગ નું સેવન કરવાથી સાંધા ના દુખાવા માં પણ ફેર પડે છે .અને હાડકા મજબૂત બને છે .

*હિંગ ના ચૂર્ણ માં થોડું મીઠું ઉમેરી ને પાણી સાથે પીવાથી લો બ્લડ પ્રેશર માં પણ આરામ મળે છે .

*શેકેલી હિંગ ને રૂ ના પૂમડાં માં વીટી ને દાઢ પર મુકવાથી દાંત ના દુખાવામાં રાહત મળે છે .દાંત માં જીવાત પડવાથી પણ અટકે છે .

*હિંગ માં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે જે માથા ના દુખાવા માં રાહત આપે છે માથા ની રક્તવાહિકાઓના સોજા ને દૂર કરે છે .

*એક ગ્લાસ માં ગરમ પાણી કરી તેમાં ચપટી હિંગ ઉમેરી ને પીવાથી અસ્થમા જેવા રોગ થી છુટકારો મળે છે

*નાના બાળક ને પેટ માં દુખાવો રહેતો હોઈ તો તેને પેટ પર હિંગ અને પાણી ને ગરમ કરી લગાવવાથી તે સમસ્યા માં રાહત મળે છે

*તો મિત્રો આ થઇ હિંગ ના ગુણ અને તેનાથી થતા ફાયદા ની વાત.