સામાન્ય અને સતત રહેતી શરદી – ઉધરસ ના ઘરગથ્થું ઉપચાર બદલાતી ઋતુ સાથે મોટા ભાગ ના લોકો માં શરદી ઉધરસ ની તકલીફો સામાન્ય રીતે જોવા મળતી હોય છે. ઘણી વખત આ શરદી ની સાથે એલર્જી ની સમસ્યા, નાક માંથી સતત પાણી વહેવું, તાવ, ગળા માં ખારાશ નો અનુભવ, છીકો આવવી, સૂકી ખાંસી તથા ખાંસી માં કફ આવવો , શરીર તૂટવું, વગેરે તકલીફો પણ જણાય છે.
૧. ડુંગળી નો રસ, આદુ નો રસ, લીંબુ નો રસ, મધ વગેરે ને એક સરખા ભાગે લઈ તેનું મિશ્રણ દિવસ માં ત્રણ વખત લઈ શકાય છે.
૨. હુફાળા પાણી માં તુલસી, આદુ, હળદર તથા મીઠું ઉમેરીને લેવું જોઈએ.
૩. અરડૂસીનો રસ શરદી ઉધરસની તકલીફ માં રાહત આપે છે.
૪. સવારે ગંઠોડા અને મધ નું સેવન તથા આદુ નો રસ અને મધ નું સેવન અસરકારક નીવડે છે.
૫. એક ચમચી મધ, ચપટીક તજ નો ભૂકો, આદુ ને હુંફાળા પાણીમાં લઈ શકાય છે.
૬. સૂતાં પહેલાં લીંબુનો રસ હુફાળા પાણીમાં ભેળવી ને લેવાથી પણ રાહત મળે
૭. આ સમયે તળેલી વાનગીઓ, સફેદ ખાંડ, મીઠાઈઓ, આથા વાળી વાનગીઓ, કેળા, ઠંડા પીણા, વગેરે ચીજ વસ્તુઓ ન લેવી. બદલાતી ઋતુ પ્રમાણે આહાર અને જીવનશૈલી માં
થોડાક ફેરફારો કરવાથી સ્વાસ્થ્ય જાળવી શકાય છે.
૮. લસણ મા ભરપૂર પ્રમાણ મા ગુણતત્વો સમાવિષ્ટ છે. જો તમે ૧ કપ પાણી ઉકાળીને તેમાં ૩ લીંબૂ નો રસ ઉમેરી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી ત્યાર બાદ તેમાં થોડું ક્રશ કરેલું
લસણ ઉમેરીને સાથે જ તેમાં ૧/૨ ચમચી જેટલો કાળા મરી નો પાવડર મિક્સ કરીને છેલ્લે એક ચપટી જેટલું નમક ઉમેરવું. આ બધી જ વસ્તુઓ ને મિક્સ કરીને તેની પેસ્ટ
બનાવીને તેનું સેવન કરવાથી કફ ની સમસ્યા ગાયબ થઈ જશે.
Have something to add? Share it in the comments.