ફાળો એટટલે તત્વો નો ભંડોળ. ફળો ખાવાથી આપણા શરીરમાં શક્તિ પણ આવે છે અને સ્વસ્થ રહે છે. દરરોજ સવારે ખાલી પેટે પપૈયું ખાવું જોઈએ. જો પપૈયાનું નિયમિત સેવન કરશો તો ઘણા ફાયદા થશે. પપૈયા માં ઔષધીય ગુણો રહેલા છે. પપૈયામાં ઘણા બધા વિટામિન હોય છે અને તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.પપૈયું તમારું પેટ ખૂબ જ સારું રાખે છે અને તમારી પાચન શક્તિને જાળવી રાખે છે.પપૈયું સ્વાદમાં મધુર, ગરમ, રુચિકર, પચવામાં ભારે, કફવર્ધક, આંતરડાને સંકોચનાર, હૃદય માટે હિતકારી તથા વીર્યવર્ધક છે. તે મેદસ્વીતા-મેદોરોગ, યકૃત અને બરોળની વૃદ્ધિ, કબજિયાત, અગ્નિમાંદ્ય અને મૂત્રના અવરોધને દૂર કરનાર છે. કાચું પપૈયું ગ્રાહી (સંકોચક) અને મળાવરોધક છે. તે કફ અને વાયુને કોપાવનાર અને રુચિકર છે..પપૈયામાં ‘પાપેઈન’નામનું પાચક તત્ત્વ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે પાચનતંત્રનાં રોગોમાં ઉત્તમ ગણાય છે.
:-પપૈયા ખાવાના ફાયદા:-
1. પપૈયાનું નિયમિત સેવન કરવાથી મેદસ્વીપણાની સમસ્યાથી ઘણી રાહત મળે છે તેના માટે રોજ બપોરે જમી ને પપૈયા ની ચીરો કરી ને ખાવી જોઈએ .
2. પપૈયા શરીરના કોલેસ્ટરોલનું સ્તર પણ નિયંત્રિત કરે છે. પપૈયામાં ઘણાં બધાં ફાઈબર હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે.તેના માટે દર બે બે દિવસે આપણે પપૈયા નો જ્યુસ પીવો જોઈએ
3. પાકેલા પપૈયા ખાવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પપૈયા થી શરીર માં હંમેશાં શક્તિ રહે છે.
૪. દરરોજ પપૈયાનું સેવન કરવાથી આપણા શરીરની પાચનની પ્રક્રિયા યોગ્ય રીતે થાય છે અને જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે . નિયમિત રીતે ખાલી પેટ પર પપૈયા નું
સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
5. પપૈયા માં થોડું દૂધ ભેળવી ને ધાધર પર લગાવવા થી થોડા દિવસ માં ધાધર માટી જાય છે.
૬. પપૈયાંનો ઉપયોગ ફળ, શાક અને રસોઈની એક સામગ્રી તરીકે અને પારંપરિક ઉપચાર પદ્ધતિમાં થાય છે. તેની ડાળીઓ અને છાલ દોરડાં બનાવવામાં વપરાય છે.
૭. પપૈયું એક કુદરતી સંસાધન છે. તમે તેને હર્બલ પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવામાં કોઈ નુકસાન નથી. જો દર્દીને તેનો ફાયદો થાય છે, તો તેને
અજમાવવામાં કોઈ વાંધો નથી, કારણ કે તબીબી વિજ્ઞાનમાં સંશોધનના અભાવને કારણે કોઈપણ હર્બલ પ્રોડક્ટને નકારી શકાય નહીં.
૮. પપૈયું આપણા શરીર ની ચરબી ઘટાડવા માં પણ મદદ કરે છે તેના માટે પપૈયા નો જ્યુસ પીવો જોઈએ.
9. માસિક ધર્મ દરમ્યાન કાચા પપૈયા નું સેવન કરવાથી ધણી તકલીફો માંથી છુટકારો મળે છે.
10. પપૈયા ના રસ માં મધ ઉમેરી ને પીવાથી પેટમાં રહેલા કૃમિ દૂર થાય છે ખાસ કરીને બાળકો માટે આ ઉપાય ખુબજ લાભકારી છે.
Have something to add? Share it in the comments.