દાંત અને પેઢા ના રોગો હોઈ શકે છે, હાર્ટએટેક નું એક કારણ!
DhavalEntertainment
મોટાભાગના દર્દીઓ દાંત અને પેઢા ની સમસ્યા હળવાશમાં લે છે. સામાન્ય ટ્રીટમેન્ટ ના ખર્ચ બચાવવો, અથવા તો દુખાવાની બીક આ સમસ્યા નું મૂળભૂત કારણ હોય છે.
દાંત ની સમસ્યાનો ઉકેલ ન કરવાથી દાંત ના રોગો જેવા કે પાયોરિયા, દાંત નો સડો વગેરે તો વધે જ છે, જે ચાવવાની ક્ષમતા માં ઘટાડો કરે છે, ચહેરાનો આકાર બેડોળ તથા જાહેર જીવન માં આત્મવિશ્વાસ ઘટાડે છે .
પરંતુ જયારે આ આંકડાઓ પર નજર નાખશો ત્યારે આશ્ચર્ય ચકિત થઇ જશો કે હાર્ટએટેક ના ૧૦૦ દર્દી માંથી ૨૫ થી વધુ દર્દી દાંત ની સમસ્યા થી પીડાય છે. જયારે દાંત ની તકલીફ ન હોય તેવા ૧૦૦ દર્દી નો કેસ રિપોર્ટ કાઢતા માત્ર ૫ જ દર્દી હાર્ટ ના પેશન્ટ છે. અમેરિકા માં રજુ થયેલા એક અહેવાલ મુજબ સામાન્ય દર્દી કરતા દાંત ની તકલીફ વાળા દર્દી માં હાર્ટએટેક નું જોખમ ૧૯% વધુ હોય છે. જો દર્દી ની ઉમર ૫૦ વર્ષ કરતા વધુ હોય તો આ જોખમ માં ત્રણ ગણો વધારો થઇ શકે છે.
દાંત ના રોગો ને લીધે હાર્ટએટેક તથા અન્ય ગંભીર બીમારી થવા નું કારણ હઠીલા બેક્ટેરિયા હોવાનું મનાય છે. જે લાંબા સમય સુધી પેઢા ના સંપર્ક થી દર્દી ના લોહી ના પરિભ્રમણ માં આવી ને હાર્ટ તથા અન્ય અવયવો ને નુકશાન પહોંચાડી શકે છે. નાની લાગતી દાંત ની તકલીફ નું સમયસર નિદાન તથા સારવાર અચૂક કરવો.
આર્ટિકલ by:
Dr. Dhaval Bavishi
Bavishi Dental Care
બાપુનગર, અમદાવાદ