ક્રન્ચી આલૂ કટલેટ રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
સવારની ચા હોય કે સાંજનું ડિનર બનાવો ખુબજ ટેસ્ટી અને ક્રિસ્પી આલૂ કટલેટ.
તૈયારીનો સમય:15 મિનિટ
બનાવવા નો સમય:15 મિનિટ
વ્યક્તિ માટે:4
ક્રન્ચી આલૂ કટલેટ રેસીપી બનાવવાની સામગ્રી:
- 4 મીડીયમ સાઈઝના બાફેલા બટેટા
- 2 ટેબલ સ્પૂન ટોસ્ટ પાવડર
- 3 ટેબલ સ્પૂન સુજી(રવો)
- 1 ટેબલ સ્પૂન ઝીણી સમારેલ કોથમીર
- 1/2 ટેબલ બારીક કાપેલ લાલ મરચું
- 1/2 ટેબલ સ્પૂન લીલું મરચું અને આદુની પેસ્ટ
- 1/4 ટેબલ સ્પૂન લીંબુ નો રસ
- 1 ટેબલ સ્પૂન દેશી ઘી
- 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો
- ચપટી આખા ભાંગી ખાંડેલી વરિયાળી
- ચપટી તજ નો પાવડર
- મીઠું સ્વાદપ્રમાણે
- તળવા માટે તેલ
ક્રન્ચી આલૂ કટલેટ રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક કડાઈમાં એક ટેબલ સ્પૂન ઓઇલ લો
ઓઇલ ગરમ થઇ જાય એટલે તેમાં લીલું મરચું અને આદુની પેસ્ટ ઉમેરો
બરાબર મિક્સ કરો. સ્ટવની ફ્લેમ સ્લૉ રાખવી.
તેમાં ઘી ઉમેરો, ઘી ઉમેરવાથી કટલેટ સરસ ક્રન્ચી બને છે, તેમ જ મિશ્રણને સ્મૂથ ટેક્ચર મળે છે.
તેમાં વરિયાળીનો ભુક્કો , તજ પાવડર અને અડધો ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો અને બાફેલા બટેટાને મેશ કરીને તેમાં ઉમેરો.
બધું બરાબર મિક્સ કરો,
આ મિશ્રણને હાથથી અડી શકાય તેટલું ઠંડુ પડવા દો.
ઠંડા પાડેલા મિશ્રણમાં બચાવેલો ગરમ મસાલો, બારીક સમારેલી કોથમીર, ઝીણું સમારેલું લાલ મરચું અને લીંબુ નો રસ નાખો
ખટાશ વધારે પસંદ હોય તો લીંબુ નો રસ વધારે નાખી શકાય.
તેમાં બે ટેબલ સ્પૂન ટોસ્ટનો ભૂકો નાખો, ટોસ્ટનો ભૂકો નાખવાથી, કટલેટ તળતી વખતે તેલમાં છુટ્ટી પડતી નથી.
બધુજ બરાબર મિક્સ કરો.
થોડો-થોડો મસાલો લઇ કટલેટ બનાવો.
કટલેટ બનાવવા માટે અલગ અલગ શેઈપ અને સાઈઝના મોલ્ડ પણ વાપરી શકાય.
એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તેલ ઇનફ ગરમ કરી હળવા હાથે કટલેટ તળી લો.
ક્રન્ચી આલૂ કટલેટ રેસીપી નો વિડિઓ: