ચટપટા ભૂંગળા બટાકા
Ripalરેસીપી
બનાવવા ની રીત:
આ વાનગી સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે.અને એવી ચટપટી છે કે નાના મોટા સૌ ને ભાવે...આ વાનગી માં લાલ મરચું અને લીંબુનું પ્રમાણ થોડું વધારે રાખવું..
તૈયારીનો સમય:૧૫ મિનિટ
બનાવવા નો સમય:૨૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
ચટપટા ભૂંગળા બટાકા બનાવવાની સામગ્રી:
- 1 કિલો બટાકા
- તળેલા ભૂંગળા
- ૩ ચમચી લસણ વાટીને લાલ મરચું
- મીઠું સ્વાદ અનુસાર
- હળદર અડધી ચમચી
- ૨ નંગ મોટા લીંબુ
- ૨ ચમચી ખાંડ
- વઘાર માટે તેલ
- કોથમીર સમારેલી
- એક ડુંગળી સમારેલી
ચટપટા ભૂંગળા બટાકા બનાવવા ના સ્ટેપ:
સૌ પ્રથમ બટાકા બાફી લો,છાલ ઉતારી સમારી લો
ભૂંગળા તળી લેવા
એક કડાઈમાં તેલ ગરમ કરો
તેમાં સમારેલી ડુંગળી નાખી સાંતળો
ત્યારપછી ગેસ ધીમો કરી ને ડુંગળીમાં બધો મસાલો નાખો
મીઠું, મરચું, હળદર, ખાંડ બધું નાખી હલાવી લો.
ત્યારપછી લીંબુ નીચોવી લો, સમારેલી કોથમીર નાખો
તળેલા ભૂંગળા સાથે સર્વ કરો..