દહીવડા
Adminરેસીપી
બનાવવા ની રીત:
દહીવડા સમર સ્પેશ્યલ બધાની પ્રિય અને હલકો ફુલકો નાસ્તો ..અને પ્રોયીન તથા ફાઇબર થઈ ભરપુર હેલ્થી ડીશ.
તૈયારીનો સમય:રેસ્ટ સમય 6 તો 7 કલાક
બનાવવા નો સમય:20 મિનિટ
વ્યક્તિ માટે:6
દહીવડા બનાવવાની સામગ્રી:
- 1 કપ અડદ દાળ
- 1/2 કપ મોગર દાળ
- 4 થી 5 ટેબલ સ્પૂન ખાંડ
- મીઠું સ્વાદ અનુસાર
- 1 ટેબલ સ્પૂન આદુંની પેસ્ટ
- 4 નંગ અથવા સ્વાદ અનુસાર લીલા મરચા વાટેલા
- લસણ ની લાલ ચટણી
- 1 ટેબલસ્પૂન લીલા મરચા અને કોથમીર, ફુદિના ની ચટણી
- 2 ટેબલસ્પૂન આમલીની મીઠી ચટણી
- 500 ગ્રામ દહીં ફ્રીઝ માં ઠંડુ કરેલું
- વડા તળવાં તેલ
- 1 ટેબલસ્પૂન શેકીને વાટેલું જીરું પાવડર
- કોથમીર કાપેલી સજાવટ માટે.
- 5 ટેબલસ્પૂન કાજુ દ્રાક્ષ વડા માં ભરવા માટે
દહીવડા બનાવવા ના સ્ટેપ:
સૌ પ્રથમ બે દળ ને ધોઈ ને 6 થઈ 7 કલાક માટે પલાળી રાખો
મિક્ષી માં પીળી લસીને આદુ મરચાઅને કોથમીર ઉમેરીને મીઠું નાખી ને 1 ચમચી ગરમ તેલ નાખી તડમાંથી નાના વડા ઉતારવા
મીડીયમ તાપ પાર લિટ ગુલાબી રંગ આવે ત્યાં સુધી તળવું.
તળેલા વડા ને પાણી માં 20 મિનિટ પલાળી રાખવા.
પછી તેને હાથે થઈ ડાબી વધારાનું પાણી નીચોવી લેવું.
સર્વિંગ પ્લેટ માં વડા ને મૂકી ને લાલ /લિલી/સને મીઠી ચટણી રેડવી.
ઉપર ઠંડુ દહીં રેડી ને જીરું અને લાલ મરચું છાંટવા.
છેલ્લે કોથમીર થઈ સજાવી ને આપના ફેમિલી એન્ડ ફ્રેન્ડસ સાથે આ ડીશ નો સ્વાદ માણવો.