રેસ્ટોરન્ટ જેવા અમૃતસરી પંજાબી છોલે કુકરમાં બનાવવાની રીત
Ripalરેસીપી
બનાવવા ની રીત:
આપડે અવાર નવાર રેસ્ટોરન્ટ જઈએ છીએ અને એમાંય પંજાબી છોલે તો ખાતા જ હોઈએ છીએ.અને જો એ ઘરે જ મળી જાય તો મજા આવી જાય. તમને પણ રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ભાવતા જ હશે?. મને તો રેસ્ટોરન્ટ ના તો ભાવે છે. પણ એમાં હેવમોર ના છોલે તો ફેવરિટ. એટલે આજે મે તેના જેવા પંજાબી છોલે ઘરે બનાવ્યા છે. એક બે વખત બગડ્યા પણ ખરા, પણ હવે તો રેસ્ટોરન્ટ જેવાજ પંજાબી છોલે મારા ઘરે બને છે. જો ઘરે જ આવા સ્વાદિષ્ટ પંજાબી છોલે તો બહાર કેમ ખાવા. તો તમે પણ ઘરેજ બનાવી ને જમો અને ઘરના ને પણ ખવડાવો આ સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે.
તૈયારીનો સમય:10 મિનિટ
બનાવવા નો સમય:45 મિનિટ
વ્યક્તિ માટે:5
રેસ્ટોરન્ટ જેવા અમૃતસરી પંજાબી છોલે કુકરમાં બનાવવાની રીત બનાવવાની સામગ્રી:
- 1 કપ કાબુલી ચણા
- 2 કપ પાણી
- 1 મોટી એલચી (કાળી), 2 નાની એલચી (લીલી), 2 તજ ના ટુકડા
- 1 ચમચો ચા
- 1 કપ ટમેટા પેસ્ટ
- 2 મોટી ડુંગળી ના મોટા કટકા, 8-10 લસણ ની કાળી, 1 મોટો ટુકડો આદુ
- 6-7 ચમચા તેલ
- 1 ચમચો લાલ મરચું
- 1 ચમચો ધાણાજીરું પાવડર
- 2 ચમચા છોલે મસાલા
- 1 ચમચી હળદળ
- 1 ચમચી સૂકા દાડમ ના દાણા
- 5 લવિંગ, 5 મરી
- 1/2 ચમચી સોડા (ખાવાનો સોડા)
- નમક
- 1 ચમચો ઘી
- 4 આદુ ના લાંબા ટુકડા, લીલા મરચા ના લાંબા ટુકડા
રેસ્ટોરન્ટ જેવા અમૃતસરી પંજાબી છોલે કુકરમાં બનાવવાની રીત બનાવવા ના સ્ટેપ:
છોલે ને ધોઈને તેમાં 1 કપ પાણી નાખી મોટી એલચી (કાળી), નાની એલચી (લીલી), તજ ના ટુકડા, તમાલપત્ર ઉમેરી તેને આખી રાત પલાળી રાખો ઓછામાં ઓછા 10-12 કલાક પલાળી રાખો.
હવે 1 કપ ટામેટા ની પેસ્ટ બનાવી લો. હવે ડુંગળી ને મોટા ટુકડા કરી તેમાં લસણ, આદુ નો ટુકડો નાખી પેસ્ટ બનાવી લો.
હવે એક તપેલા મા 1 કપ પાણી નાખી તેને ઉકાળો હવે તેમાં ચા નાખી તેને 3/4 કપ પાણી રહે ત્યાં સુધી ઉકાળો.
હવે એક કૂકર લય તેમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી તેને ઉકાળો. હવે તેમાં છોલે મા પલાળેલા મોટી એલચી (કાળી), નાની એલચી (લીલી), તજ ના ટુકડા, તમાલપત્ર, લવિંગ, મરી ઉમેરી સાંતળો.
જયારે ડુંગળી નો કલર બદામી થાય એટલે તેમાં ટમેટા ની પેસ્ટ ઉમેરી તેને 2-3 મિનટ સાંતળો.
હવે તેમાં બધા મસાલા લાલ મરચું, ધાણાજીરું પાવડર, છોલે મસાલા, હળદળ, સૂકા દાડમ ના દાણા, નમક ઉમેરી તેને બરાબર મિક્સ કરી ને તેને તેલ છૂટું પડે ત્યાં શુધી સાંતળો.
હવે છોલે માં થી પાણી નીતારી છોલે ને ગ્રેવી માં ઉમેરો હવે 2-3 મિનટ તેને સાંતળી હવે જે છોલે નું પાણી તેમાં ઉમેરી બરાબર હલાવી દો.
હવે તેમાં ચા નું પાણી ઉમેરી તેને હલાવી દો હવે તેમાં સોડા (ખાવાનો સોડા) ઉમેરી તેને હલાવી. કૂકર ને બંધ કરી 6-7 સીટી થાય ત્યાં શુધી પકાવો.
હવે ગેસ બંધ કરી ને તેને ઠંડુ થવા દો. જયારે તે ઠંડુ થાય એટલે તેને ખોલી તેમાં થોડા ધાણા ઉમેરી મિક્સ કરી દો.
છોલે ને સર્વિંગ વાસણ માં કાઢી હવે ઘી ગરમ કરી તેમાં લીલા મરચા ને આદુ ના લાંબા ટુકડા ને ઉમેરી તેને છોલે ઉપર રેડી સર્વ કરો.
તૈયાર છે અમૃતસરી પંજાબી છોલે. આ ને તમે કુલચા, પરાઠા, નાન, પુરી કે લછા પરાઠા સાથે સર્વે કરો.
રેસ્ટોરન્ટ જેવા અમૃતસરી પંજાબી છોલે કુકરમાં બનાવવાની રીત નો વિડિઓ: