સોજી નો શિરો રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

તૈયારીનો સમય:૫ મિનિટ

બનાવવા નો સમય:૧૦ મિનિટ

વ્યક્તિ માટે:

સોજી નો શિરો રેસીપી બનાવવાની સામગ્રી:

સોજી નો શિરો રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક તપેલી માં પાણી અને ખાંડ મિક્સ કરો અને ગરમ કરવા મુકો

જ્યાં સુધી ખાંડ બરાબર ઓગળી ના જાય ત્યાં સુધી તેને બરાબર હલાવતા રહો

ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો

હવે એક કડાઈ માં ઘી અને સોજી મિક્સ કરો અને ગેસ પર ગરમ કરવા મુકો

હવે આ સોજી ને ગેસ પર ધીમા તાપે આછા સોનેરી રંગ નો શેકો

સોજી શેકાય જશે એટલે તેમાંથી સુગંધ આવશે અને કલર પણ થોડો બદલાઈ જશે

સોજી શેકાય જાય એટલે તેમાં ગરમ કરેલું ખાંડ વાળું પાણી ઉમેરો અને બરાબર હલાવતા રહો

જ્યાં સુધી પાણી બળી ના જાય ત્યાં સુધી હલાવતા રહો

શીરા માંથી ઘી છૂટું પડે એટલે તેમાં કાજુ બદામ ની કતરણ, એલચી પાઉડર, સૂકી દ્રાક્ષ ઉમેરો અને બરાબર મિક્સ કરો

આ શીરા ને એક વાસણ માં કાઢી લો અને સર્વ કરો