
સ્પેશિયલ કેસર ચા નો મસાલો
Alka Joshiરેસીપી
સવાર સવાર મા જો ગરમા ગરમ કડક મીઠી ચા મળી જાય તો પછી બીજુ શુ જોઇએ અને તેમા પણ જો સ્પેશિયલ મસાલા વાળી ચા હોય તો તો ડબલ મજા આવી જાય, મિત્રો આપણા ગુજરાતી ઓ ને વિવિધ પ્રકારની ચા પીવાની ટેવ હોય છે,આદુ,ફુદીનાની,એલચી વાળી, સુંઠ વાળી વગેરે વગેરેઆજ હું એક સ્પેશિયલ મસાલા ની રેસીપી લાવી છું જે વિવિધ પ્રકારના તેજાના સાથે કેસર ઉમેરી ને બનાવવામાં છે જેને ચા સાથે ઉમેરવા થી તેનો સ્વાદ બમણો થઈ જાય છે તો ચાલો આજ નોંધી લો આ મસાલા ની રેસીપી
બનાવવા ની રીત:
તૈયારીનો સમય:30 મિનીટ
બનાવવા નો સમય:5-7 મિનીટ
વ્યક્તિ માટે:50 કપ ચા
સ્પેશિયલ કેસર ચા નો મસાલો બનાવવાની સામગ્રી:
- 1 કપ એલચી
- 1/4 લવીંગ
- 1/4 કપ તજ
- 2 ટેબલસ્પૂન જાવંત્રી
- 1 ટેબલસ્પૂન મરી
- 1 કપ સુંઠ પાવડર
- 1 ગ્રામ કેસર
સ્પેશિયલ કેસર ચા નો મસાલો બનાવવા ના સ્ટેપ:
સૌ પ્રથમ એક પેન માં એલચી ને 2-3 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો
ત્યાર બાદ તે જ પેન મા લવીંગ ને પણ એવી જ રીતે શેકી લો
ત્યાર બાદ તજ ને 2-3 મિનિટ સુધી શેકી લો
ત્યાર બાદ જાવંત્રી ને પણ શેકી લો
ત્યાર બાદ આ બધા તેજાના ને મિકસર ના જાર મા લઇ લો
તેમા 1 ટેબલસ્પૂન મરી અને કેસર ઉમેરી તેને બારિક પીસી લો
ત્યાર બાદ તેમાં સુંઠ નો પાવડર ઉમેરી ને તેને ફરીથી પીસી લો
હવે તૈયાર છે સ્પેશિયલ કેસર ચાય મસાલો તેને એક એરટાઇટ ડબામાં પેક કરી લો
સ્પેશિયલ કેસર ચા નો મસાલો નો વિડિઓ: