૨ મિનિટ ચોકલેટ મગ કેક રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

કેક બાળકો ને બહુ પ્રિય હોય અને સાથે સાથે મોટા લોકો ને પણ બહુ જ ભાવતી હોય. જયારે પણ ખાવાની ઈચ્છા થાય અને ઘરે ફટાફટ ૨ મિનિટ માં કેક બની જાય તો કેવું સારું! હું અહીંયા એક એવી જ ફટાફટ ૨ મિનિટ માં બની જાય એવી કેક ની રેસીપી બતાવી રહી છું. કેક માં પણ ચોકોલેટ કેક બાળકો ને બહુ જ ભાવતી હોય એટલે અહીંયા ચોકલેટ કેક ની રેસીપી બતાવી રહી છું. આ ચોકોલેટ કેક ઘરે ફટાફટ ૨ જ મિનિટ માં બની જાય છે. એટલે હવે જયારે પણ ઈચ્છા થાય ત્યારે ઘરે જ ૨ મિનિટ માં કેક બનાવી ને ખાઓ. તો ફટાફટ જાણી લો ૨ મિનિટ માં યમ્મી અને સ્વાદિષ્ટ ચોકોલેટ મગ કેકે બનાવવાની રેસીપી અને બનાવી ને કરી દો બાળકો અને ઘર ના બધા ને ખુશ.

તૈયારીનો સમય:૫ મિનિટ

બનાવવા નો સમય:૨ મિનિટ

વ્યક્તિ માટે:

૨ મિનિટ ચોકલેટ મગ કેક રેસીપી બનાવવાની સામગ્રી:

૨ મિનિટ ચોકલેટ મગ કેક રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણ માં મેંદો, કોકો પાઉડર, ખાંડ અને બેકિંગ પાઉડર મીક્ષ કરો

હવે તેમાં દૂધ અને તેલ મીક્ષ કરો અને બરાબર હલાવો એક પણ ગાંઠા ના રહે ત્યાં સુધી હલાવો

હવે એક કોફી નો મોટો મગ (કપ) લો અને તેને તેલ વડે ગ્રીસ કરો

તેમાં બનાવેલું મિશ્રણ રેડી દો અને ઉપર ચોકલેટ ચિપ્સ ભભરાવો

હવે મગ ને માઇક્રોવેવ માં ૨ મિનિટ અથવા તો થઇ જાય ત્યાં સુધી મુકો

તેને માઇક્રોવેવ માંથી કાઢી લો અને ૫ મિનિટ માટે રહેવા દો

તૈયાર છે મગ કેક તેની પર તમે વિપ્ડ ક્રીમ અથવા તો ચોકલેટ સોસ વડે ગાર્નિશ કરી શકો છો