આદુ લેમોનાડે રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ગરમી ની ઋતુ માં ઠંડા પીણાં પીવાની બહુ ઈચ્છા થાય. ખાવા કરતા પીવાનું વધારે માં થાય. વળી અપડે એમ પણ વિચારી એ કે કાફે માં તો કેટલા સરસ સરસ પીણાં મળે છે. જો આપડા ઘરે પણ આવા પીણાં મળતા હોય તો મજા આવી જાય. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કમક હું અહીંયા એક એવા જ સરસ પીણાં ની રેસીપી બતાવી રહી છું. બહુ જ સ્વાદિષ્ટ અને કંઈક અલગ પીણું. Ginger lemonade એટલે કે આદુ લેમોનાડે. આ એક પ્રકાર નો આદુ અને લીંબુ નો શરબત જ છે. જેમાં સોડા મિક્સ કરી ને પીવા માં આવે છે. આ આદુ લેમોનાડે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને ગરમી માં પીવા ની તો બહુ જ મજા આવે છે. રોજ કરતા કંઈક અલગ અને સ્વાદિષ્ટ પણ. જો મેહમાન ને પણ આ બનાવી ને પીવડાવશો ને તો તમારી વાહ વાહ કરશે. તો આજે જ જાણી લો આ આદુ લેમોનાડે બનાવી ની રીત અને એક વાર જરૂર થી બનાવી ને પીવડાવજો ઘર ના બધા સભ્યો ને.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

વ્યક્તિ માટે:

આદુ લેમોનાડે રેસિપી બનાવવાની સામગ્રી:

આદુ લેમોનાડે રેસિપી બનાવવા ના સ્ટેપ:

એક મિક્ષર જાર માં લીંબુ નો રસ, આદુ, ખાંડ અને ૧/૨ કપ પાણી મિક્ષ કરો અને બરાબર પીસી લો

હવે આ રસ ને ગરણી વડે ગાળી લો

હવે એક ગ્લાસ માં બરફ ના ટુકડા નાખો પછી તેમાં આ આદુ-લીંબુ અને આદુ નો જ્યુસ ઉમેરો

હવે તેમાં સાદી સોડા ઉમેરો અને તરત જ ઠંડુ ઠંડુ સર્વ કરો