અડદ ની દાળ
Ripalરેસીપી
બનાવવા ની રીત:
અડદ ની દાળ બધા ઘરે બનાવતા જ હશે. બધા ની રીત અલગ અલગ હોય પણ એક વાર આ કાઠિયાવાડી રીત થી અડદ ની દાળ બનાવશો તો બધા આંગળા ચાંટતા રહી જશે. એક વાર જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી રીત થી અડદ દાળ, લોકો નહીં થાકે તમારા વખાણ કરતા
અડદ ની દાળ બનાવવાની સામગ્રી:
- ૧ કપ અડદ ની દાળ (ફોતરાં વગર ની)
- ૧/૪ ચમચી જીરું
- ૧/૪ ચમચી હિંગ
- ૧ મોટું ટામેટું સમારેલું
- ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
- ૧/૪ ચમચી હળદર
- ૧ ચમચી કોથમીર સમારેલી
- ૨ ચમચી ઘી
- મીઠું સ્વાદ અનુસાર
અડદ ની દાળ બનાવવા ના સ્ટેપ:
અડદ ની દાળ ને બરાબર ધોઈ લો અને એક બાજુ મુકો
હવે કુકર માં ઘી ગરમ કરવું
ઘી ગરમ થઇ જાય એટલે તેમાં જીરું અને હિંગ નાખવું
જીરું શેકાય જાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી ને ૧ મિનિટ સુધી હલાવો
હવે તેમાં હળદર અને અડદ ની દાળ નાખી ને હલાવો
તેમાં ટમેટું, ૨ કપ પાણી અને મીઠું નાખી ને મિક્સ કરો
કુકર બંધ કરી દો અને ૧ સીટી વાગે ત્યાં સુધી રાહ જોવો
એક સીટી વાગી જાય એટલે ગેસ ધીમો કરી દો અને ધીમા ગેસે ૩-૪ સીટી વગાડો
ગેસ બંધ કરી દો અને હવા નીકળી જાય એટલે કુકર ને ખોલી લો
એમાં તાજી કોથમીર ઉમેરો અને બરાબર મિક્સ કરો
તૈયાર છે અડદ ની દાળ