આલુ બીરયાની રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
મિત્રો, આજની આ રેસિપી આપણે ભાત માંથી બનાવીશું. આ બીરીયાની માં બીરીયાની નો મસાલો પણ જાતે જ બનાવીશું. અને નામ જ છે આલુ બીરીયાની તો તેમાં બટેકા એટલે કે બટેકી તો નાખીશું જ. તો ચાલો બનાવીએ આલુ બીરીયાની.
તૈયારીનો સમય:૨૦ મિનિટ
બનાવવા નો સમય:૨૦ -૨૫ મિનિટ
વ્યક્તિ માટે:૪
આલુ બીરયાની રેસીપી બનાવવાની સામગ્રી:
- બીરયાની મસાલો બનાવવા માટે:-
- ૩-૫ કાળા મરી
- ૧ સ્ટાર ફૂલ
- ૧-૨ ઇંચ તજ
- ૧/૨ ચમચી જીરું
- ૧ નાની જાવીન્તરી
- ૩-૪ લીલી ઈલાયચી
- ૩-૪ લવિંગ
- ૧/૨ ચમચી આખા ધાણા
- ૧/૨ ચમચી વરિયાળી
- ૭-૮ કાજુ
- ૩-૪ સૂકા લાલ મરચા
- ૪-૫ મોટી કળી લસણ
- ૧ ઇંચ આદુ
- ૨-૩ મોટી ચમચી મલાઈ, ફ્રેશ ક્રીમ
- ૧/૪ કપ કોથમીર
- ૧/૪ ચમચી હળદર
- મીઠું સ્વાદ અનુસાર
- ૧/૨ ચમચી ખાંડ
- બીરીયાની બનાવવા માટે:-
- ૧૦-૧૦ બટેટી, ૧ સીટી વગાડીને બાફેલી
- ૧/૪ કપ દહીં
- ૧/૪ કપ ડુંગળી, તળેલી (ઓપ્શન)
- ૨ કપ બાસમતી ચોખા
- મીઠું સ્વાદ અનુસાર
આલુ બીરયાની રેસીપી બનાવવા ના સ્ટેપ:
બધા ખાડા મસાલા ને શેકી લો અને પછી તેમાં જ છેલ્લે કાજુ ને પણ શેકી લો.
આ શેકેલા મસાલા ને મિક્સર જાર માં નાખો. અને સાથે લસણ, આદુ, કોથમીર, મલાઈ, હળદર, મીઠું અને ખાંડ બધું નાખીને પીસીલો આ પીસેલું મિશ્રણ એટલે આપણો ફ્રેશ બીરીયાની મસાલો તૈયાર છે.
આ મસાલા ને એક મોટા બાઉલ માં લઇ લો તેમાં ૧ સીટી વગાડીને બાફેલી બટેકી નાખો. અને બટેકી ને તેમાં બરાબર રગદોળી દો. આ મસાલા વળી બટેકી ને ૨-૩ કલાક મૂકી રાખવી એટલે મસાલો બટેકી માં ચડી જાય.
હવે એક વાસણ માં પાણી ઉકાળવા મૂકવું. આ પાણી ઉકળે એટલે તેમાં પલાળેલા ચોખા (૨૦-૨૫ મિનિટ પાણી માં પલાળવા) નાખી ને ભાત બનાવવા મુકો.
આ ભાત નો દાણો અડધો ચડવા દેવો. અને પછી પાણી માંથી કાઢી લેવું પાણી ફેંકી દેવું નહિ. તેને એક વાસણ માં લઇ લેવું.
હવે બટેકીને મસાલા માંથી કાઠી ને જુદી કરવી વધેલો મસાલો બાઉલ માં રહેવા દેવો.
આ મસાલા માં દહીં અને તળેલી ડુંગળી નાખીને મીક્ષ કરવું. (જો તળેલી ડુંગળી ના હોય તો પણ ચાલે)
હવે એક કઢાઈ લો. તેમાં ઘી નાખીને ગરમ કરો. તેમાં બીરીયાની મસાલા- દહીં નું તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો.
તે થોડું ગરમ થાય એટલે તેમાં મસાલા વાળી બટેકી નાખી ને થોડી વાર સાંતળવી.
હવે આ કઢાઈ માંથી થોડી બટેકી કાઢી લેવી. અને કઢાઈ માં બાફેલો અડધો ભાત નું લેયર કરવું તે ભાત પર વધેલી બટેકી નું લેયર કરવું હવે ફરી ભાત નું લેયર કરવું આમ દરેક લેયર પર અડધો અડધો કપ ભાત નું બાફેલું પાણી નાખવું. ઉપર ના લેયર પર ૨-૩ ચમચી ઘી અને કાજુ મુકવા.
આ તૈયાર કરેલ કઢાઈ ને ઢાંકણ કે ડીશ વડે ઢાંકી દો.
ત્યાર બાદ ગેસ પર એક તવી મુકો તેના પર આ કઢાઈ મૂકી ને બીરયાની ને ચડવા દો. જેથી મસાલો દાજી ના જાય.
થોડી વાર માં આ બીરીયાની તૈયાર થઇ જશે.
તૈયાર થયેલ બીરીયાની ને એક સર્વિંગ બાઉલ માં કાઢી ને સર્વ કરો.