અળસી અને લસણ ની ચટણી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
સવાર નો નાસ્તો હોય કે જમવાનું હોય, જમવા જોડે ચટણી હોય તો જમવા ની મજા આવી જાય. અલગ અલગ જાત ની ચટણી હોય તો તો વધારે જ મજા આવે. એટલે જ હું અહીંયા એક એવી જ ચટણી ની રેસીપી લઇ ને આવી છું એ છે અળસી અને લસણ ની ચટણી. અળસી એ બહુ જ સારો પૌષ્ટિક આહાર છે. અળસી આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે એટલે રોજ એક ચમચી અળસી તો ખાવી જ જોઈએ. તમે મુખવાસ માં પણ અળસી તો ખાતા જ હશો પણ ઓ ના ભાવતી હોય તો આ રીતે ચટણી બનાવી ને પણ ખાઈ શકાય છે. આ અળસી અને લસણ ની ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. થેપલા, પરાઠા , ભાખરી કે ભાત જોડે ખાવાની બહુ જ મજા આવે છે. તો જાણી લો અળસી નો મુખવાસ બનાવવાની રીત.
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૮-૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
અળસી અને લસણ ની ચટણી રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧ કપ અળસી
- ૩ ચમચી તલ
- ૧૦ કળી લસણ સમારેલું
- ૮-૧૦ સૂકા લાલ મરચા
- ૨ ચમચી તેલ (તલ નું તેલ હોય તો વધારે સારું)
- મીઠું સ્વાદ અનુસાર
અળસી અને લસણ ની ચટણી રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક કઢાઈ માં તેલ ગરમ કરો અને તેમાં લસણ અને સૂકા લાલ મરચા ઉમેરો.
લસણ આછા સોનેરી રંગ નું થાય ત્યાં સુધી સાંતળો.
હવે તેમાં તલ ઉમેરો અને તલ ફૂટી જાય પછી તેમાં અળસી ઉમેરો અને ૧-૨ મિનિટ સુધી સાંતળો.
હવે ગેસ બંધ કરી દો અને તેમાં મીઠું મીક્ષ કરો.
હવે મિશ્રણ ને ઠંડુ પાડવા દોં
મિશ્રણ ઠંડુ થઇ જાય પછી તેને મીક્ષર જાર માં લો અને અધકચરું પીસી લો અને ચટણી તૈયાર કરી લો.
ચટણી ને બરણી માં ભરી લો.