અમેરિકન કોર્ન સલાડ રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

બાળક હોય કે મોટા સલાડ ખાવું બધાને પસંદ નથી હોતું. આ તો મોટાનું માની ને બાળકો મોઢું બગાડી ને ખાય. અથવા બનાવેલું બગડે નહિ એટલે મોટા ખાય. પરંતુ આજે અમેરિકન મકાઈ નું સલાડ ની રેસિપી લઇ ને આવું છું જે સૌ કોઈ ને ખાવું ભાવશે. તો પછી ચાલો નોંધી લઈએ તેની રેસિપી.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

અમેરિકન કોર્ન સલાડ રેસિપી બનાવવાની સામગ્રી:

અમેરિકન કોર્ન સલાડ રેસિપી બનાવવા ના સ્ટેપ:

સૌ પ્રથમ મકાઈ ન દાણા કાઢી ને બાફી લેવા.

એક બાઉલ માં બાફેલા દાણા લો.

આ બાઉલ માં ઝીણું સમારેલું ટમેટુ, ડુંગળી તથા કેપ્સિકમ એડ કરવા.

આ બાઉલ માં ઝીણું સમારેલું લીલું મરચું તથા કોથમીર એડ કરવા.

હવે બાઉલ ની અંદર ની સામગ્રી માં મરી પાઉડર, મીઠું, ૧ લીંબુ નો રસ તથા ઓલિવ ઓઇલ એડ કરવું.

આ બધી જ સામગ્રી ને વ્યવસ્થિત મીક્ષ કરવી.

બસ તો તૈયાર છે અમેરિકન મકાઈ નું સલાડ.

આ સલાડ ને એક સર્વિંગ બાઉલ માં લઇ લો.

બસ લો તૈયાર છે જલદી બને તેવું મકાઈ નું સલાડ. આ સલાડ નાના મોટા સૌ ખુબ જ મજા લઈને ખાશે.

તો આજે જ બનાવો અને કેવું હતું તે કમેન્ટ માં જણાવો.