બાજરી ની ખીચડી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
તૈયારીનો સમય:૭-૮ કલાક
બનાવવા નો સમય:૩૦ મિનિટ
બાજરી ની ખીચડી રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧ કપ બાજરી
- ૩/૪ કપ મગ ની દળ
- ૩ ચમચી ઘી
- ૧ ચમચી લસણ, સમારેલું
- ૧/૨ ચમચી આદુ, સમારેલું
- ૨-૩ તમાલ પત્ર
- ૪-૫ આખા મરી
- ૧/૨ ચમચી જીરું
- ૩-૪ લીલા મરચા, સમારેલા
- ૧ મોટી ડુંગળી, સમારેલી
- ૧ કપ શાકભાજી પસંદગી અનુસાર (ગાજર, ફુલાવર, મકાઈ, ફણસી)
- ૧/૨ કપ વટાણા
- ૧/૨ ચમચી લાલ મરચું
- ૧/૪ ચમચી હળદર
- ૧/૪ ચમચી ગરમ મસાલો
- ૨ ચમચી કોથમીર, સમારેલી
- મીઠું સ્વાદ અનુસાર
બાજરી ની ખીચડી રેસીપી બનાવવા ના સ્ટેપ:
બાજરી ને ધોઈ ને ૮-૧૦ કલાક પલાળી દો
એક પ્રેશર કુકર માં ઘી ગરમ કરો
ઘી ગરમ થઇ જાય એટલે તેમાં લસણ, આદુ, તમાલપત્ર, મરી અને જીરું નાખો અને ૧ મિનિટ સુધી સાંતળો
પછી તેમાં ડુંગળી અને લીલા મરચા મિક્ષ કરો અને ૨-૩ મિનિટ સાંતળો
પછી તેમાં તમારી પસંદગી અનુસાર શાકભાજી નાખો અને મિક્ષ કરો
હવે તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું મિક્ષ કરો
હવે તેમાં પલાળેલી બાજરી અને મગ ની દળ મિક્ષ કરો
તેમાં ૬-૭ કપ પાણી મિક્ષ કરો (બાજરી માં વધારે પાણી ની જરૂર પડે છે એટલે તેમાં વધારે પાણી ઉમેરવું)
હવે તેમાં ૧ ચમચી કોથમીર મિક્ષ કરો અને કુકર બંધ કરી દો
કુકર માં પહેલી સીટી વાગે પછી ગેસ ધીમો કરી દો અને ધીમા ગેસ પાર ૭-૮ સીટી વાગવા દો
કુકર માંથી બધી હવા નીકળી જાય પછી કુકર ખોલી લો અને બચેલી કોથમીર મિક્ષ કરો
ખીચડી માં ઘી નાખી ને પીરસો