બાલૂશાહી રેસીપી
Kavi Nidhidaરેસીપી
બનાવવા ની રીત:
બાલૂશાહી એ ભારતીય શૈલીની ચમકદાર ડોનટ્સ છે। બાલુશાહી ને દક્ષિણ ભારત માં બૂદશા તરીકે ઓળખવામાં આવે છે.આજે હું લઇ ને આવી છું એક સ્પેશિયલ મીઠાઈ જેનું નામ છે બાલુશાહી.. મીઠાઈ તો બધાને ખુબ જ ભાવે છે. પરંતુ એક ચિંતા પણ હોય છે કે બજાર ની મીઠાઈ ખાવા થી તબિયત તો ખરાબ નઈ થાય ને અથવા તો બહાર ની મીઠાઈ માં કેવી સામગ્રી નો ઉપયોગ કર્યો હશે.આ બધું જાણવા છતાં આપણે બહાર ની મીઠાઈ લઈએ છીએ કેમકે બહાર જેવી મીઠાઈ આપણા થી ઘરે બનતી નથી.તો આજે હું તમને બતાવું છું હલવાઈ જેવી બાલુશાહી બનાવવાની થોડી ટિપ્સ અને આસાની થી બનાવવા ની એકદમ સરળ રીત. જેને તમે અનુસરીને સરળતાથી હલવાઈ જેવી બાલુશાહી બનાવી શકશો. તો જાણી લો બાલુશાહી બનાવવાની ટિપ્સ અને સરળ રીતે અને આજે જ ઘરે ટ્રાઈ કરો..
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૨૦ મિનિટ
બાલૂશાહી રેસીપી બનાવવાની સામગ્રી:
- 150 ગ્રામ મેંદો
- 1 ચમચી દળેલી ખાંડ
- ¾ ચમચી બેકીંગ પાઉડર
- 4 ચમચા દહીં
- 4 મોટા ચમચા ઘી
- 4 મોટા ચમચા પાણી
- ચાસણી માટે:-
- 125 ગ્રામ ખાંડ
- 1 કપ પાણી
- 4 પાંદડી કેસર
- ½ ટી સ્પૂન એલચી પાઉડર
- તળવા માટે ઘી અથવા તેલ.
બાલૂશાહી રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક બાઉલ મા મેંદો, ખાંડ દળેલી, અને બેકિંગ પાવડર લઈ ને મિક્સ કરો
ઘી નું મોણ નાખી ફરી મિક્સ કરો
હવે દહીં નાખી મિક્સ કરો
હવે પાણી નાખી મિક્સ કરો
બહુ મસળવુ નહી,15 મિનટ સુધી લોટ ઢાંકીને રહેવા દો
એક વાસણમાં પાણી અને ખાંડ લઈ ને ઉકાળો
એમાં કેસર અને એલચી નાખી દો.
એક વાસણમાં તેલ કે ઘી ગરમ કરો, લોટમાં થી મોટા લીંબુ જેવડા ગોળા લઈ, મસળ્યા વગર ગોળવા વાળી, હથેળી પર રાખી વચ્ચે થી આંગળી વડે દબાવી લો,
અને મધ્યમ તાપે તળી લો, પછી ચાસણીમાં 15 મિનિટ સુધી રહેવા દો, વચ્ચે એક વાર ઉલ્ટાવી લો
અને પછી ચાસણી માંથી બહાર કાઢી પીરસો