બટાકા પાલક ના ભજીયા રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
બટાકા પાલક ના ભજીયા રેસિપી બનાવવાની સામગ્રી:
- ૨ જુદી પાલક ની ભાજી
- ૫૦૦ ગ્રામ બટાકા
- ૨ લીંબુ નો રસ
- ૨૦૦ ગ્રામ વટાણા
- કોથમીર
- ૩ ચમચા વાટેલા મરચા
- ૧ ચમચો ખાંડ
- આદુ
- ૧ ચમચી લાલ મરચું
- ૨ કપ ચણા નો લોટ
- ૧ ચમચી ધાણા
- આખા મરી
- ૨ ચમચી મરચું
- હળદર
- ધાણાજીરું
- ચપટી સોડા
- હિંગ
- મીઠું
- તેલ
બટાકા પાલક ના ભજીયા રેસિપી બનાવવા ના સ્ટેપ:
બટાકા ને બાફીને છૂંદો કરવો
વટાણા બાફી ને હાથ વડે છૂંદી બટાકા માં ભેળવવા
બધો મસાલો તેમાં નાખી બરાબર હલાવવું
પાલક ના મોટા પાંદડા લેવા, પાલક ના બે પાંદડા લઇ એક ની ઉપર બટાકા નો માવો પાથરી તેની ઉપર બીજું પાલક નું પાંદડું ઢાંકવું
ધીમે થી દબાવી ને બંને બાજુ થી કિનારી કાપી દેવી
ચણા ના લોટ નું ખીરું તૈયાર કરવું
તેલ ગરમ કરી પાલક ના તૈયાર કરેલા પાન ખીરા માં બોળી તેલ માં તળવા
આ ભજીયા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે