બટાકા પૌઆ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

બટાકા પૌઆ એ ગુજરાતી રેસીપી છે, જે સવારે નાસ્તા માટે બનાવાય છે. આમ તો બધા બટાકા પૌઆ બનાવતા જ હોય પણ ઘણી વાર એવું થાય કે બહાર જેવા ટેસ્ટી બટાકા પૌવા નથી બનતા. અહીં બટાકા પૌઆ બનાવની વિગત વાર રીત આપી છે. જો તમે અહીં બતાવેલી રીત થી બટાકા પૌઆ બનાવશો તો બહાર જેવા એકદમ સ્વાદિષ્ટ બટાકા પૌઆ બનશે અને બધા તમારા વખાણ તો કરશે જ. તો આજે જ જાણી લો બહાર જેવા સ્વાદિષ્ટ બટાકા પૌઆ બનાવાની રીત.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

બટાકા પૌઆ રેસીપી બનાવવાની સામગ્રી:

બટાકા પૌઆ રેસીપી બનાવવા ના સ્ટેપ:

પૌઆ ને એક ચારણી અથવા તો કાણા વાળા વાસણ માં લો.

અને પૌઆ પોચા થઇ જાય ત્યાં સુધી પાણી માં ધોવો.

તેમાંથી બધું પાણી નિતારીને એક બાજુ મૂકી દો.

હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો તેમાં રાય નાખો.

રાય ફૂટી જાય એટલે તેમાં સીંગદાણા, લીમડો, લીલા મરચા અને હિંગ નાખો અને એક મિનિટ માટે સાંતળો

પછી તેમાં ડુંગળી ઉમેરો અને તેને ૩-૪ મિનિટ સુધી સાંતળો

ડુંગળી સંતળાય જાય પછી તેમાં હળદર, મીઠું અને ટામેટા ઉમેરો

ટામેટા ને એક મિનિટ સુધી સાંતળો પછી તેમાં બટાકા ઉમેરો અને પછી ૧ મિનિટ સુધી ચડવા દો

હવે તેમાં પલાળેલા પૌઆ, ખાંડ અને મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો

પૌઆ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને ઉપર થી કોથમીર મિક્સ કરો

હવે પૌઆ ને ડીશ માં લો અને તેની પર ઝીણી સેવ અને દાડમ ના દાણા નાખી ને સર્વ કરો