બીટ નો સંભારો

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

બીટ એ બહુ જ હેલ્થી અને આયર્ન થી ભરપૂર શાક છે પણ લોકો એ નથી ભાવતું હોતું. કાચું બીટ પચવા માં થોડું ભારે પડે છે. એટલે જો બીટ ને તો થોડું ચડાવી ને ખાવા માં આવે તો એ વધારે સારું અને અસરકારક હોય છે. આપડા ગુજરાતી ઓને સંભારા બહુ ભાવે. જમણવાર હોય કે રોજ ની રસોઈ હોય સંભારો તો હોય જ. એટલે આજે મેં બીટ નો સંભારો બનાવ્યો છે. જે કાચા બીટ કરતા બહુ સ્વાદિષ્ટ હોય છે અને ખાવાની પણ મજા આવે છે. તો આજે જ તમારા ઘરે બનાવો આ બીટ નો સંભારો અને અમને જણાવો કે કેવો લાગ્યો તમને આ બીટ નો સંભારો.

તૈયારીનો સમય:૫ મિનિટ

બનાવવા નો સમય:૫ મિનિટ

બીટ નો સંભારો બનાવવાની સામગ્રી:

બીટ નો સંભારો બનાવવા ના સ્ટેપ:

બીટ ને ધોઈ ને એની છાલ ઉતારી લો. અને પછી ઉભી પાતળી ચીરી નો પાડી ને સમારી લો.

એક કઢાઈ મેં તેલ ગરમ કરવા મુકો એન્ડ રાય, જીરું નાખો. રાય અને જીરું તતડી જાય એટલે એમાં લીલા મારચા, સમારેલું બીટ, મીઠું ઉમેરો અને બરાબર મીક્સ કરો.

૪ મિનિટ સુધી સાંતળો. પછી ગેસ બંધ કરી દો અને કોથમીર થી સજાવો.

સર્વ કરવા ના બાઉલ માં કઢી લો અને સર્વ કરો.