ભાખરવડી રેસીપી
Kavi Nidhidaરેસીપી
બનાવવા ની રીત:
એક પરંપરાગત મરાઠી અને ગુજરાતી મીઠી અને મસાલેદાર નાસ્તો છે, જે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં લોકપ્રિય છે. એવું માનવામાં આવે છે કે ભાખરવડીની શોધ વડોદરામાં જગદીશ ફરસાણ દ્વારા કરવામાં આવી હતી ભાખરવડી ને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકાય છે વડોદરા ના ફેમસ એવા જગદીશ ફરસાણ વાળા જેવી જ ભાખરવડી હવે ઘરે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રીત જોઈને
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૨૦ -૨૫ મિનિટ
ભાખરવડી રેસીપી બનાવવાની સામગ્રી:
- *બહાર ના પડ માટે:-
- 1½ કપ મેંદો,
- ¾ કપ બેસન,
- 2 ટેબલ સ્પૂન તેલ,
- લાલ મરચું,
- હળદર,
- નમક,
- ધાણાજીરું,
- પુરણ માટે:-
- 2 ટેબલ સ્પૂન કોપરા ખમણ,
- 1 ટેબલ સ્પૂન વરિયાળી,
- 1 ટેબલ સ્પૂન તલ,
- ¾ કપ ચણાના લોટની સેવ,
- 1 ટેબલ સ્પૂન ધાણાજીરું,
- લાલ મરચું તમારા ટેસ્ટ મુજબ,
- હળદર, નમક
- ¾ ટી સ્પૂન ગરમ મસાલો,
- 1½ ટેબલ સ્પૂન દળેલી ખાંડ,
- 1½ ટેબલ સ્પૂન લીંબુ નો રસ અથવા આમલીનો રસ.
ભાખરવડી રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક વાસણમાં બંને લોટ, તેલ અને મસાલા લઈ કડક લોટ બાંધી લો,
કોપરું, સેવ, તલ અને વરિયાળી મીક્સર માં કરકરી દળી લો,
એક વાસણમાં આ પાઉડર અને બાકીના મસાલા લઈ અને મિશ્રણ બનાવીલો,
હવે લોટ માંથી મોટા લીંબુ જેટલો લુવો લઈ, જાડી રોટલી જેવું વણી, તેના પર 2½ ટેબલ સ્પૂન જેટલું પુરણ નું મિશ્રણ પાથરી દો, કિનારી થી થોડું ખાલી રાખવું,
હવે કિનારી પર આંગળીથી થોડું પાણી ચોપડી દો, જેથી સરખી રીતે ચોંટી શકે,
હવે ટાઇટ રોલ વાળી લો, છેડે થી બંદ કરી લો, એક ઇંચ ના ટુકડા કરી ગરમ તેલમાં, ધીમા તાપે કથ્થાઈ રંગ ની તળી લો.