ભરેલા કરેલા નું શાક

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

કરેલા બહુ કડવા હોય પણ જો એનું બરાબર શાક બનાવા માં આવે તો એ કડવું નથી લાગતું અને સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. મેં ઘણા બધા કરેલા ના શાક ખાધા પણ એવું કરેલા નું શાક હાજી સુધી ક્યાંય નથી ખાધું. હું આ કરેલા નું શાક બનાવતા મારી મમ્મી પાસે થી શીખી હતી. જ્યાં પણ કોઈ મહેમાન મારા ઘરે જમવા આવતું અને જો એ મારા મમ્મી ના હાથ નું બનાવેલું કરેલા નું શાક ખાય તો એનો સ્વાદ એમના મ્હોં માં જ રહી જાય અને કરેલા તો હંમેશા ઓછા જ પડે. જયારે એ લોકો ના ઘરે જઈએ ત્યારે એ લોકો આ કરેલા નું શાક મારા મમ્મી પાસે બનાવડાવે જ. હું પણ એમની પાસે થી એમના જેવું જ શાક બનાવતા શીખી ગઈ અને મને ભાવે પણ બહુ. અમે તો નાના હતા ત્યાર થી જ કરેલા નું શાક ખાતા. તમે પણ આ રીત થી એક વાર જરૂર થી બનાવજો તો તમને ખબર પડશે કે કેવું બને છે આ ભરેલા કરેલા નું શાક. તો આજે જ જાણી લો આ ભરેલા કરેલા ના શાક ની રેસીપી.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

ભરેલા કરેલા નું શાક બનાવવાની સામગ્રી:

ભરેલા કરેલા નું શાક બનાવવા ના સ્ટેપ:

કરેલા ની થોડી થોડી છાલ ઉતારી લો

છોલેલા કરેલા ને વચ્ચે થી કાપો પાડો અને બીયા કાઢી લો

પાકા બીયા ફેંકી દો અને કાચા અને કુણા બીયા અલગ વાસણ માં રાખો

હવે કાચા અને કુણા બીયા ને ખાંડણી- દસ્તા વડે ખાંડી લો અને એક વાસણ માં કાઢી લો

આવી જ રીતે લસણ અને લાલ મરચું મિક્ષ કરી ખાંડણી દસ્તા થી ખાંડી લો અને લસણ મરચા ની ચટણી બનાવી લો

હવે એક બાઉલ માં ચણા નો લોટ, ખાંડેલું લસણ મરચું, ખાંડેલા કરેલા ના બીયા, હળદર, ગોળ અથવા ખાંડ, મીઠું, કોથમીર, ધાણાજીરું અને ૨ ચમચી તેલ મિક્ષ કરો

આ મિશ્રણ ને કરેલા માં થોડું થોડું ભરો કરેલા ને આખા ભરવા નહિ થોડો થોડો જ મસાલો ભરવો

હવે એક કડાઈ માં ૩ ચમચી તેલ ગરમ કરો

તેલ ગરમ થઇ જાય એટલે ભરેલા કરેલા તેમાં નાખો

હવે કડાઈ ને ઢાંકવાની ડીશ અથવા ઢાંકણા માં વધેલો મસાલો બરોબર ચોપડી દો

હવે કડાઈ ને આ મસાલો ચોંટાડેલું ઢાંકણ અથવા ડીશ ઢાંકી દો મસાલો ચોપડ્યો હોય એ કરેલા બાજુ રહેવું જોઈએ જેથી મસાલો વરાળે બફાઈ જાય

આ કરેલા ને એકદમ ધીમા ગેસ પર ચડવા દો વચ્ચે વચ્ચે કરેલા ફેરવતા રહેવા જેથી બધી બાજુ કરેલા શેકાય જાય

કરેલા ચડી જાય એટલે પેલો ચોંટાડેલો મસાલો એમાં મિક્ષ કરો અને ગેસ બંધ કરી દો

તૈયાર છે ભરેલા કરેલા