ભરેલા મરચાંના ભજીયા રેસીપી
Kavi Nidhidaરેસીપી
બનાવવા ની રીત:
વરસાદ ની સિઝન એટલે ભજીયા ખાવાની સિઝન, ગુજરાતીઓ ને ભજીયા અતિ પ્રિય. ગામડે કોઈ પણ મહેમાન આવે એટલે પહેલી પસંદ તો ભજીયા ને જ આપવા માં આવે છે। અને એમાં પણ જો મરચા ભરેલા ખાવા મળે તો મજા આવી જાય, મરચા ની અંદર ભરેલો મસાલો ચવાણા સાથે એકદમ સ્પાઈસી અને આંબલી ની, દહીં ની અથવા તો લીંબુ ની ચટણી।।।આ હા મજા આવી જાય..! ભજીયા એ એક સ્ટ્રીટ ફૂડ (શેરીએ વેચાતો નાસ્તો) છે. જે કોઈ પણ શહેર માં અલગ અલગ ભાગ માં (દર એક શેરીએ) વેચાતો જોવા મળે છે। જો જાણો બહાર જેવા જ સ્વાદિષ્ટ ભજીયા ઘરે બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી..
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
ભરેલા મરચાંના ભજીયા રેસીપી બનાવવાની સામગ્રી:
- સ્ટફીંગ માટે:-
- 1 કપ ચણા નો લોટ
- 1 ચમચી તલ
- 1 ચમચી કોપરું
- 1 મોટી ચમચી વાટેલી શેકેલી શીંગ,
- 1 મોટી ચમચી ગોળ
- હળદર
- ધાણાજિરૂ
- મીઠુ
- 2 મોટા ચમચા કોથમીર ના કાપેલા પાન,
- 20 નંગ મોટા મરચાં
- પડ માટે.:-
- 4 કપ બેસન
- મીઠુ
- 1 ચમચી અજમા
- લાલમરચું
- હળદર
- તળવા માટે તેલ.
ભરેલા મરચાંના ભજીયા રેસીપી બનાવવા ના સ્ટેપ:
સ્ટફીંગ માટે:-
સૌ પ્રથમ લોટ 2 ચમચી તેલ મૂકી ને શેકી લો
એક બાઉલ મા બધાં મસાલા અને લોટ ભેગો કરી સરસ રીતે મિક્સ કરી લો,
મરચાં એક વાર આખા તળી લો
બહુવાર ન રાખવાં
પછી મરચાં ભરી લો.
પડ માટે:-
એક બાઉલ મા બેસન લઈ, સામગ્રી માં લખેલ મસાલા નાખી મધ્યમ ખીરૂ બનાવી લો
તૈયાર ભરેલા મરચાં ખીરા માં ડૂબાડી તળી લો.
સાથે ડુંગળી અને બટેટાના પણ બનાવાય..
મસ્ત ગરમા ગરમ ભજીયા ખાવ અને ખવડાવો.
સોસ કે આમલી ની ચટણી સાથે પણ ખવાય.