ભરેલા મરચા રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ગુજરાતીઓ ને મરચા બહુ ભાવે. જમવા માં મરચા ના હોય તો મજા ના આવે. એટલે મોટા ભાગે તળેલા મરચા તો જમવા માં હોય જ. એમાં પણ કાઠિયાવાડી ના ઘરે તો બપોર નું જમવાનું હોય કે રાત નું ભોજન હોય મરચા તો હોય જ. કાઠિયાવાડ માં અલગ અલગ રીત થી મરચા બનાવવા માં આવે છે. ઘણી વાર મરચા નું શાક પણ બનાવવા માં આવે છે. મેં અહીંયા એક એવા જ ભરેલા મરચા ની રેસીપી બતાવી છે. જો તમે આવી રીત આ ભરેલા મરચા બનાવશો તો જમવા માં બહુ વધારે મજા આવશે. આ ભરેલા મરચા મેહમાન આવ્યા હોય ત્યારે કે પાર્ટી હોય ત્યારે સાઈડ ડીશ તરીકે પણ બનાવવામાં આવે છે. મેં અહીંયા ભાવનગરી મરચા ની ઉપયોગ કર્યો છે તમે બીજા કોઈ પણ મરચા લઇ શકો છો. તો ફટાફટ જાણી લો કાઠિયાવાડી પ્રખ્યાત ભરેલા મરચા બનાવવાની રીત.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૫ મિનિટ

વ્યક્તિ માટે:

ભરેલા મરચા રેસીપી બનાવવાની સામગ્રી:

ભરેલા મરચા રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક કઢાઈ માં ચણા નો લોટ લો અને તેને ધીમા ગેસ પર શેકી લો

ચણા નો લોટ શેકાય જાય એટલે તેને એક બાઉલ માં કાઢી લો અને તેમાં હળદર, આમચૂર પાઉડર, ખાંડ, ધાણાજીરું, અજમો, હિંગ,મીઠું અને ૧ ચમચી તેલ મીક્ષ કરો અને મસાલો તૈયાર કરી લો

હવે મરચા ને એક બાજુથી ચીરો પાડો અને તેમાંથી બધા બીયા કાઢી લો

હવે મરચા માં આ તૈયાર કરેલો મસાલો ભરો મસાલો ભરો ત્યારે દબાવી ને ભરવો નહિ

આવી જ રીતે બીજા બધા મરચા તૈયાર કરી લો

હવે એક કઢાઈ માં ૩ ચમચી તેલ ગરમ કરો અને તેલ ગરમ થઇ જાય એટલે તેમાં બધા મરચા ઉમેરો

મરચા ને મધ્યમ ગેસ પર બધી બાજુ શેકી લો

મરચા બરાબર શેકાય જાય એટલે ગેસ પર થી ઉતારી લો અને સર્વ કરવા ની ડીશ માં કાઢી લો

આ ભરેલા મરચા સાઈડ ડીશ તરીકે ઉપયોગ માં લેવામાં આવે છે