કાઠિયાવાડી ભરેલા રીંગણ નું શાક રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

કાઠિયાવાડી શાક બહુ જ પ્રખ્યાત હોય છે અને ખાવા માં પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. અહીંયા હું એક એવા જ પ્રખ્યાત કાઠિયાવાડી શાક ની રેસીપી બતાવી રહી છું એ છે ભરેલા રીંગણાં નું શાક. આ શાક ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. જેને રીંગણાં નું શાક ના ભાવતું હોય એ લોકો પણ આ શાક ખાય છે. આમ તો ઘણી બધી જગ્યા એ ભરેલા રીંગણાં નું શાક બને છે પણ બધા ની બનાવવાની રીત અલગ અલગ હોય છે. બધી જ જગ્યા ના ભરેલા ના રીંગણાં ના શાક કરતા કાઠિયાવાડી ભરેલા રીંગણાં નું શાક વધારે સ્વાદિષ્ટ હોય છે. નાના બાળકો પણ આ શાક ઉત્સાહ થી ખાય છે. વળી શિયાળા માં તો આ ભરેલા રીંગણાં નું શાક અને બાજરી નો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. તો ફટાફટ જાણી લો આ ભરેલા રીંગણાં નું શાક બનાવવાની રીત.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૧૫ મિનિટ

વ્યક્તિ માટે:

કાઠિયાવાડી ભરેલા રીંગણ નું શાક રેસીપી બનાવવાની સામગ્રી:

કાઠિયાવાડી ભરેલા રીંગણ નું શાક રેસીપી બનાવવા ના સ્ટેપ:

રીંગણાં ને બરાબર ધોઈ ને એના ડીટીયા કાઢી નાખો

પછી તેમાં રીંગણાં ની ઉંધી બાજુ ચાર કાપા પાડો

હવે એક વાટકા માં સીંગદાણા નો ભૂકો, સૂકા લાલ મરચા લસણ ની ચટણી, ધાણાજીરું, હળદર, ખાંડ,મીઠું કોથમીર અને ૨ ચમચી તેલ મિક્ષ કરો

હવે આ મસાલા ને કાપા પડેલા રીંગણાં માં ભરી લો અને વધે એ મસાલો વાસણ માં જ રેવા દો

હવે એક કુકર માં ૪ ચમચી તેલ ગરમ કરો

તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ભરેલા રીંગણાં ઉમેરો અને એક મિનિટ સુધી સાંતળવા દો

હવે તેમાં વધેલો મસાલો અને ટામેટા ના ટુકડા મિક્ષ કરો

તેમાં ૧/૨ કપ પાણી ઉમેરો અને કુકર બંધ કરી દો

કુકર માં ૨-૩ સીટી વગાડો

હવા નીકળી જાય એટલે કુકર ખોલી નાખો

ભરેલા રવૈયા ના શાક ને એક બાઉલ માં કાઢી લો

નોંધ: આમાં તમે બટેકા ના ટુકડા પણ ઉમેરી શકો છો શાક વધારે સ્વાદિષ્ટ લાગશે