બોમ્બે કરાચી રેસીપી
Kavi Nidhidaરેસીપી
બનાવવા ની રીત:
બોમ્બે કરાચી હલવો એક ભારતીય મીઠાઈ વાનગી છે જે મુખ્યત્વે મકાઈનો લોટ, ઘી અને ખાંડ બનાવવામાં આવે છે. આ ડેઝર્ટ રેસીપી તહેવારો અને જન્મદિવસો અને વર્ષગાંઠો જેવા વિશિષ્ટ પ્રસંગો પર બનાવવામાં આવે છે તમે સરળતાથી ઘરે આ સ્વાદિષ્ટ મીઠી રેસીપી બનાવી શકો છો તો આજે જ ઘરે બનાવો બોમ્બે નો પ્રખ્યાત કરાચી હલવો
બોમ્બે કરાચી રેસીપી બનાવવાની સામગ્રી:
- 3 કપ પાણી,
- ¾ કપ આરારુટ નો લોટ, (જેને ઘણા તપકીરનો લોટ પણ કહે છે, એ ન મળે તો કોર્ન ફ્લોર પણ લેવાય)
- 1 કપ ખાંડ,
- 4 ટેબલ સ્પૂન ઘી,
- 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ,
- તમને ગમતો ફૂડ કલર,
- 2 ટેબલ સ્પૂન કાપેલા ડ્રાય ફ્રૂટ,
- અડધા સમારેલા કાજુ.
બોમ્બે કરાચી રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક જાડા તળિયાવાળા વાસણમાં 1½ કપ પાણી અને ખાંડ નાખી ગરમ કરીને ખાંડ ઓગાળીલો અને લીંબુનો રસ મિક્સ કરો
બીજા એક વાસણમાં બાકીનું 1½ કપ પાણી અને પોણો કપ આરારૂટનો લોટ ઓગાળિલો, અને કલર પણ ઓગળીલો
હવે ખાંડ અને પાણી વાળા મિશ્રણ માં આરારુટ વાળું મિશ્રણ ધીરે ધીરે ભેળવો
ગેસ મધ્યમ રાખવો, હલાવતા રહો, થોડું ઘટુ થાય એટલે કાપેલું ડ્રાય ફ્રૂટ અને 2 ટેબલ સ્પૂન ઘી નાખીને ફરી હલાવો,
જાડું થતું જશે, 10મિનિટ પછી પાછું બાકીનું 2 ટેબલ સ્પૂન ઘી નાખીને ફરી હલાવી લો
હવે 3 મિનિટ પછી હાથમાં મિશ્રણ લઈ ગોળી વાળી જુઓ,
ગોળી વળે એવું થાય એટલે ગેસ બંધ કરી ઘી ચોપડેલી થાળીમાં ઠારી લો,
ઉપર અડધા કાજુ થી સજાવો, ઠરે એટલે કાપા પડી લો