બુંદી રેસીપી
Kavi Nidhidaરેસીપી
બનાવવા ની રીત:
પ્રસાદી માં વધારે પડતો ઉપયોગ કરવો હોય તો બુંદી બનાવવાની રીત જોઈ લો ગણેશ ચતુર્થી હોય કે નવરાત્રી ભગવાન નો પ્રસાદ બનાવવા માટે બુંદી બનાવાય છે બુંદી માં કાજુ, બદામ, કિસમિસ સાકાર બધું મિક્સ કરીને પ્રસાદી ધરાય છે તો જાણો પ્રસાદી ની બુંદી કેવી રીતે બનાવાય છે અને તમે પણ એક વાર જરૂર થી બનાવજો
બુંદી રેસીપી બનાવવાની સામગ્રી:
- 1 કપ ચણાનો લોટ,
- એક ચણા જેટલો લાલ કલર,
- તળવા માટે ઘી,
- 1 કપ ખાંડ,
- થોડા કાજુ ટુકડા અને કિશમિશ.
બુંદી રેસીપી બનાવવા ના સ્ટેપ:
ચણા લોટ ના બે ભાગ કરી લો,
એક માં પાણી નાખી મધ્યમ ખીરું બનાવી લો,
બીજા માં કલર નાખી પાણી સાથે ખીરું બનાવી લો.
એક વાસણમાં ખાંડ અને પાણી લઈ, 1½ તારની ચાસણી બનાવી લો.
એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં ઝારા ની મદદ થી બુંદી પાડી, તળી લો.
તળેલી બુંદી ચાસણી માં નાખો, મિક્સ કરી ઠંડી પડે એટલે, કાજુંકટકા અને કિશમિશ ભેળવી, માં ને ધરાવો