બર્ન ગર્લિક સેઝવાન બિરયાની રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

આ બિરયાની એક ચાઈનીઝ કુઝીન ની છે, પરંતુ મે આ બિરયાની ને મે એક અલગ પ્રકાર નો ટેસ્ટ આપવા ની કોશિશ કરી છે, મે આ બિરયાની મા વિવિધ પ્રકારના ના વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે અને તેને હેલધી બનાવવા નો પ્રયત્ન કર્યો છે આશા છે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવશે.

તૈયારીનો સમય:30 મિનિટ

બનાવવા નો સમય:30 મિનીટ

બર્ન ગર્લિક સેઝવાન બિરયાની રેસીપી બનાવવાની સામગ્રી:

બર્ન ગર્લિક સેઝવાન બિરયાની રેસીપી બનાવવા ના સ્ટેપ:

સૌ પ્રથમ પનીર ના ટુકડા ને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો

ત્યાર બાદ તેમાથી વધારા નૂ તેલ સાઈડ પર કાઢી લો 4-5 ટેબલસ્પૂન તેલ મા લસણ ને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો

તેમા ચીલી ફ્લેકસ ઉમેરી ને તેને એક બાઉલમાં મા લઇ લો

તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો

એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમા, લસણ આદુ ને મરચાં ઉમેરી ને સાંતળો

ત્યાર બાદ તેમા ગાજર, લાલ, લીલુ અને પીળુ કેપ્સીકમ ઉમેરો

ત્યાર બાદ લીલી અને પીળી ઝુકીની ઉમેરો

તેને 2-3 મિનિટ સુધી ઢાંકી ને સીઝવા દો

ત્યાર બાદ તેમાં કોબી અને લીલા કાંદા ઉમેરો

ત્યાર બાદ તેમાં સેઝવાન સોસ અને સોયા સોસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો

2-3 મિનિટ સુધી સાંતળી તુરંત ગેસ બંધ કરી દો

હવે એક સરવીંગ બાઉલપાસાંતળેલુપાથરોઉતૈયાકરેલ સેઝવાન શાક પાથરો

ફરીથી ઉપર દર્શાવ્યા મુજબ લેયર પાથરવુ

તેને બટાટા ની ફિંગર ચીપ્સ સાથે પીરસી દો

બર્ન ગર્લિક સેઝવાન બિરયાની રેસીપી નો વિડિઓ: