બટર મસાલા મકાઈ રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. હવે તો બહાર મસાલા વળી મકાઈ મળે છે. અહીં બહાર લારી પણ મળતી મસાલા મકાઈ જેવી મકાઈ બનાવની રીત બતાવેલી છે. તો એક વાર જરૂર થી બનાવજો આ બટર મસાલા મકાઈ.
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૪ મિનિટ
વ્યક્તિ માટે:૪
બટર મસાલા મકાઈ રેસીપી બનાવવાની સામગ્રી:
- 2 કપ બાફેલી મકાઈ ના દાણા
- 1 ચમચી અમુલ બટર
- 1 ચમચી ચાટ મસાલા
- 1/2 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ અનુસાર
- તાજી કોથમીર સમારેલી
બટર મસાલા મકાઈ રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક કડાઈ માં અમુલ બટર ગરમ કરો.
બટર ગરમ થઇ જાય એટલે એમાં બાફેલી મકાઈ ના દાણા, લાલ મરચું, ચાટ મસાલો, મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો.
હવે ગૅસ બંધ કરી દો. પછી એમાં લીંબુ નો રસ મિક્સ કરો.
ઉપર કોથમીર થી સજાવો અને પીરસો.
(જો બાફેલી મકાઈ ના દાણા ગરમ હોય તો બટર ને ગરમ કરવાની જરૂર નથી. ગરમ મકાઈ ના દાણા એક બોઉલ માં લો અને એમાં બધું ઉમેરી ને બરાબર મિક્સ કરો. )