ચણા ચાટ રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ચાટ એ બધા ની જ પ્રિય વાનગી છે. ચાટ કોને ના ભાવે? બધા ને જ બહુ ભાવે. ઘણા બધા ચાટ બનાવવા માટે બહુ મેહનત કરવી પડતી હોય છે. જયારે ચાટ ખાવાની ઈચ્છા થાય અને તરત જ બનાવી ને ખાવા મળે તો કેવી મજા આવે. હું અહીંયા એક એવી જ ચાટ ની રેસીપી બતાવી રહી છું અને એ છે ચણા ચાટ રેસીપી. બાફેલા ચણા માંથી ફટાફટ ને થોડી જ વાર માં આ ચાટ બની જાય છે એની માટે વધારે મેહનત પણ નથી કરવી પડતી. એમાં તમે તમારી પસંદગી ની વસ્તુ પણ ઉમેરી શકો છો. ઘણી વાર બાફેલા ચણા વધી પણ જતા હોય છે તો તમે તેમાંથી પણ બીજા દિવસે આ રીતે ચણા ચાટ બનાવી શકો છો. તો ફટાફટ જાણી લો ચણા ચાટ બનાવાની રીત અને ઘરે જલ્દી થી બનાવી લો આ ચણા ચાટ.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

ચણા ચાટ રેસિપી બનાવવાની સામગ્રી:

ચણા ચાટ રેસિપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણ માં બાફેલા ચણા લો અને તેને બરાબર હલાવો જેથી થોડા ચણા દબાઈ જાય.

હવે તેમાં બટાકા ના ટુકડા, ડુંગળી, ટામેટું, કોથમીર, લીલા માર્ચ મીક્ષ કરો

પછી તેમાં ચાટ મસાલો, લાલ મરચું અને મીઠું મીક્ષ કરો

હવે તેમાં સ્વાદ અનુસાર ખજૂર આંબલી ની ચટણી , લીલી ચટણી અને લીંબુ નો રસ મીક્ષ કરો

હવે તેમાં ઉપર ઝીણી સેવ ભભરાવો અને થોડી કોથમીર ભભરાવો

તૈયાર છે સ્વાદિષ્ટ ચણા ચાટ ( આમાં તમે ઈચ્છો તો ફરસી પુરી ના ટુકડા પણ મીક્ષ કરી શકો છો)