ચપાટી સ્પ્રિંગ રોલ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ચાઇનીઝ ખાવાનું બધા ને બહુ જ પ્રિય હોય. એમાં સ્પ્રિંગ રોલ બાળકો ને બહુ જ ભાવે. સ્પ્રિંગ રોલ એ શાકભાજી અને નૂડલ્સ ના મિશ્રણ ને મેંદા ની રોટલી માં ભરી ને તળી ને બનાવામાં આવે છે. પણ એના કરતા જો હેલ્થી સ્પ્રિંગ રોલ બનાવી ને બાળકો ને ખવડાવા માં આવે તો કેવું સારું. એટલે હું અહીંયા એક એવા જ હેલ્થી સ્પ્રિંગ રોલ ની રેસીપી બતાવી રહી છું. આપણે દરરોજ રોટલી તો બનાવતા જ હોઈએ છે અને એમાં થી રોટલી વધતી જ હોય છે. તો આપણે એ વધેલી રોટલી ના સ્પ્રિંગ રોલ બનાવી એ તો કેવું સારું. હા વધેલી રોટલી માંથી એકદમ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી સ્પ્રિંગરોલ બને છે. બાળકો ને પણ આ સ્પ્રિંગ રોલ બહુ જ ભાવશે. તો ફટાફટ જાણી લો ચપાતી સ્પ્રિંગ રોલ બનાવની રીત અને બાળકો માટે આવી જ રીતે બનાવો હેલ્થી ચપાતી સ્પ્રિંગ રોલ.

તૈયારીનો સમય:૨૦ મિનિટ

બનાવવા નો સમય:૧૦ મિનિટ

વ્યક્તિ માટે:

ચપાટી સ્પ્રિંગ રોલ રેસીપી બનાવવાની સામગ્રી:

ચપાટી સ્પ્રિંગ રોલ રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી, કોબીજ, કેપ્સિકમ ઉમેરો અને ૩-૪ મિનિટ સુધી સાંતળો

પછી તેમાં બાફેલી નુડલ્સ અને સેઝવાન ચટણી મિક્ષ કરો

આ નુડલ્સ ને એક વાસણ માં કાઢી લો

હવે બચેલી રોટલીઓ લો અને આ નુડલ્સ તેના પર પાથરો

હવે મિશ્રણ પાથરેલી રોટલી ને ગોળ રોલ માં વળી દો

તવી પર તેલ વડે આ રોટલી ને આછા સોનેરી રંગ ની શેકી લો

પછી શેકેલા સ્પ્રિંગ રોલ ને વચ્ચે થી બે ભાગ કરો અને ગરમ ગરમ પીરસો