ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

બાળકો ને સેન્ડવિચ અને પિઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પિઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૫ મિનિટ

વ્યક્તિ માટે:

ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી બનાવવાની સામગ્રી:

ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણ માં બટર અને લસણ મિક્ષ કરો

આ બટર ને બંને બ્રેડ સ્લાઈસ પર લગાવી લો

હવે તેમાંથી એક બ્રેડ સ્લાઈસ લો અને તેની પર અડધું પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ પાથરો

પછી તેના પર ડુંગળી, કેપ્સિકમ પાથરો અને ઉપર થી ચીલી ફ્લેક્સ ભભરાવો

હવે આ રીતે બીજી બ્રેડ પણ તૈયાર કરી લો

હવે એક જાડા તળિયા વાળું વાસણ લો અને તેને ગેસ પર ગરમ કરવા મુકો

તેની પર આ બ્રેડ સ્લાઈસ મુકો અને ઢાંકી દો

હવે ગેસ ધીમો કરી દો અને ચીઝ ઓગળે ત્યાં સુધી શેકો

તૈયાર છે ક્રિસ્પી ચીઝ ચીલી ટોસ્ટ અને તેને કેચપ સાથે સર્વ કરો