
ચીઝ મસાલા કોર્ન રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ.
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૪ મિનિટ
વ્યક્તિ માટે:૪
ચીઝ મસાલા કોર્ન રેસીપી બનાવવાની સામગ્રી:
- 2 કપ અમેરિકન બાફેલી મકાઈ ના દાણા
- 1 ચમચી અમુલ બટર
- 1 ચમચી ચાટ મસાલા
- 1/2 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી લીંબુનો રસ
- 1 કપ પ્રોસેસ ચીઝ, ખમણેલું
- તાજી કોથમીર, સમારેલી
- મીઠું સ્વાદ અનુસાર
ચીઝ મસાલા કોર્ન રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક કડાઈ માં અમુલ બટર ગરમ કરો.
બટર ગરમ થઇ જાય એટલે એમાં બાફેલી મકાઈ ના દાણા, લાલ મરચું, ચાટ મસાલો, મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો.
પછી એમાં અડધો કપ ચીઝ મિક્સ કરો અને હલાવો.
હવે ચીઝ મિક્સ થઇ જાય એટલે ગૅસ બંધ કરી દો. પછી એમાં લીંબુ નો રસ મિક્સ કરો.
ઉપર બાકી બચેલા અડધો કપ ચીઝ અને કોથમીર થી સજાવો અને પીરસો.