ચીઝ લસણ પરાઠા રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
પરાઠા લગભગ બધા ના ઘરે બનતા જ હોય. એમાં આલૂ પરાઠા તો બહુ જ ફેમસ. એમાં નાના છોકરા ને તો બહુ જ ભાવતા હોય. તો ચાલો આજે એક નવા પરાઠા ની રેસીપી શીખી લઇ એ. એ છે લસણ અને ચીઝ નો ઉપયોગ કરી ને બનાવેલા પરાઠા. નામ પાર થી એવું લાગે કે કેવા લગતા હશે આ પરાઠા. પણ સાચું કહું તો બહુ જ સરસ લાગે છે. એક વાર બનાવી ને જોજો. પછી તો તમે વારા ઘડી એ આ પરાઠા બનાવશો. તો આજે જ જાણી લો ચીઝ ગાર્લિક એટલે કે ચીઝ લસણ પરાઠા રેસીપી.
તૈયારીનો સમય:૧૫ મિનિટ
બનાવવા નો સમય:૨૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
ચીઝ લસણ પરાઠા રેસીપી બનાવવાની સામગ્રી:
- ૨ કપ ઘઉં નો લોટ
- ૨ કપ ચીઝ, ખમણેલું
- ૧ લીલું મરચું , સમારેલું
- ૨ ચમચી લસણ, ખાંડેલું (અથવા સ્વાદ મુજબ)
- ૧/૪ ચમચી ચાટ મસાલા
- શેકવા માટે ઘી અથવા તેલ
- મીઠું સ્વાદ અનુસાર
ચીઝ લસણ પરાઠા રેસીપી બનાવવા ના સ્ટેપ:
બાઉલમાં ઘઉંનો લોટ લો અને 1/૨ચમચી તેલ, મીઠું (સ્વાદ પ્રમાણે) લો. અને સારી રીતે ભેળવી દો. જરૂર પૂરતા પાણીનો ઉપયોગ કરીને સહેજ કઠણ (પરોઠા માટે) લોટ બાંધો અને તેને ઢાંકી ને સાઈડ માં મૂકી દો
બાઉલમાં પનીર, લસણ, લીલી મરચું, અને ચાટ મસાલો ઉમેરો અને સારી રીતે ભેળવી દો.
મિશ્રણને ચાર સમાન ભાગોમાં વિભાજીત કરો અને એક બાજુ રાખો.
હવે બાંધેલા લોટ માંથી એક પરાઠા બને એટલો લોટ લો.
એને થોડું વણો અને ઉપર સાચવેલા ચીઝ ના મિશ્રણ માંથી એક ભાગ લઇ તેની ઉપર મુકો.
હવે એ મિશ્રણ મુકેલા લોટ ને બધી બાજુ થી પકડી ને બંધ કરી દો અને ફરી થી ગોળ લુવો વાળી દો.
એને બે હાથ થી દબાવો અને પછી કોરા લોટ નો ઉપયોગ કરી ને ગોળ પરાઠા વણી દેવા.
ગરમ તવા પર પરોઠું નાખો અને અને તેને ૨ મિનિટ સુધી મધ્યમ ગેસ પર ચડવા દો
હવે આ પરાઠા ને ઘી અથવા તેલ વડે તવી પર શેકવા.
પરાઠા સેકાય જાય એટલે દહીં અથવા અથાણાં સાથે ગરમ સર્વ કરવા