ચીલી કેપ્સિકમ પાસ્તા રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

પાસ્તા બાળકો ને બહુ જ પ્રિય હોય છે. બધા ઘરે બાળકો માટે પાસ્તા તો બનાવતા જ હશો ને. પાસ્તા ને પણ બહુ બધી અલગ અલગ રીતે બનાવાય છે અને અલગ અલગ સ્વાદ પણ અપાય છે. અહીંયા હું એક એવા જ અલગ ચીલી કેપ્સિકમ પાસ્તા ની રેસીપી બતાવી રહી છું. ભલે નામ માં ચીલી હોય પણ આ પાસ્તા બહુ તીખા નથી હોતા પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. દર વખતે એક ના એક પાસ્તા બનાવ્યા કરતા કોઈક વાર અલગ પાસ્તા પણ બનાવવા જોઈએ. એમાં તમે તમારા સ્વાદ અનુસાર મરચા ઉમેરી શકો છો. કમક બાળકો માટે બનાવવા ના હોય ત્યારે ઓછું તીખું કરવું પડે છે. વળી કોઈક પાર્ટી હોય કે ગેસ્ટ ને જમવાનું હોય આ પાસ્તા સ્ટાર્ટર માં સર્વે કરવા માટે પણ બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીલી કેપ્સિકમ પાસ્તા ની રેસીપી.

તૈયારીનો સમય:૫ મિનિટ

બનાવવા નો સમય:૧૦ મિનિટ

વ્યક્તિ માટે:

ચીલી કેપ્સિકમ પાસ્તા રેસીપી બનાવવાની સામગ્રી:

ચીલી કેપ્સિકમ પાસ્તા રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક નોનસ્ટિક કડાઈ માં તેલ ગરમ કરો અને લસણ ઉમેરો

લસણ ને ૧ મિનિટ સુધી સાંતળો પછી તેમાં ડુંગળી ઉમેરો અને તેને ૨-૩ મિનિટ સુધી સાંતળો

હવે તેમાં સમારેલું લાલ મરચું ઉમેરો અને ફરીથી ૧ મિનિટ સુધી સાંતળો

તેમાં ટોમેટો કેચપ, રેડ ચીલી સોસ, સોયા સોસ, કેપ્સિકમ ઉમેરો અને ૧ મિનિટ સુધી સાંતળો

પછી તેમાં બાફેલા પાસ્તા ઉમેરો અને બરાબર મીક્ષ કરો

તેમાં મીઠું મીક્ષ કરો અને લીલી કોથમીર મીક્ષ કરો અને ૧ મિનિટ સુધી ગેસ પર રહેવા દો

પછી ગેસ બંધ કરી દો અને ગરમ ગરમ પાસ્તા સર્વ કરો