ચુરમા ના લાડુ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય જ. લગન ના જમણવાર માં પણ ચુરમા ના લાડુ હોય. ઘરે પણ બહુ બધા લોકો ચુરમા ના લાડુ તો બનાવતા જ હશો. ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. તો ફટાફટ જાણી લો ચુરમા ના લાડુ બનાવાની રીત અને કરી દો ઘર ના બધા ને ખુશ. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ, ઘર ના બધા નહિ થાકે તમારા વખાણ કરતા.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૩૦ - ૪૦ મિનિટ

વ્યક્તિ માટે:

ચુરમા ના લાડુ રેસીપી બનાવવાની સામગ્રી:

ચુરમા ના લાડુ રેસીપી બનાવવા ના સ્ટેપ:

સૌ પ્રથમ ઘઉં ના જાડા લોટ માં મુઠી પડતું ઘી નું મોણ નાખી સહેજ હુંફાળા પાણી થી કઠણ લોટ બાંધો

પછી તેના મુઠીયા વાળો મુઠીયા દબાવીને વળી શકાય એવો કઠણ લોટ બાંધવો

પછી મુઠીયા તળવા માટે ઘી અથવા તેલ મૂકવું.

અને એકદમ ધીમા તાપે મુઠીયા તળવા જેથી અંદર કાચા ના રહે.

બધા મુઠીયા તળાયા પછી ઠંડા કરી મિક્સર માં પીસી (દરદરા) લેવા.

મુઠીયા પીસતી વખતે છેલ્લે તેમાં થોડી ઈલાયચી પણ સાથે પીસી લેવી

ત્યાર બાદ તૈયાર થયેલા ભુકા માં કાજુ, બદામ, કિસમિસ ના ટુકડા ભેળવી તૈયાર કરવું.

ત્યાર બાદ એક કઢાઈ માં ઘી ગરમ મૂકવું.

તેમાં ગોળ ને ચૂરો કરી નાખવો અને હલાવવું.

જયારે ગોળ બધો ઓગળી જાય અને ફૂલીને ઉપર આવી જાય ત્યારે તુરંત ગોળ ઘી નું મિશ્રણ મુઠીયા ના ભુકા માં રેડી દેવું.

અને તવેથા થી બરાબર હલાવી ભેળવી દેવું.

થોડું ઠંડુ થાય એટલે માપસરના લાડુ વાળી લેવા અને ઉપર ખસખસ લગાવતા જવું

તો તૈયાર છે "ચુરમા ના લાડુ".