દહીંથરા રેસીપી

Kavi Nidhida

રેસીપી

બનાવવા ની રીત:

દહીંથરા દહીંથરા પુરી એક લોકપ્રિય સુરતી ગુજરાતી રેસીપી છે. જે લગ્ન જેવા વિશેષ પ્રસંગે શ્રીખંડ સાથે સર્વ કરવામાં આવે છે. મેં દહીંથરા ને શ્રેષ્ઠ બનાવવા માટે રેસીપીમાં થોડો ફેરફાર કર્યો છે તેથી હું લેખિત રેસીપીને અનુસરવાની ભલામણ કરું છું. દહીંથરા એ પહેલા ના સમય ની એકદમ જૂની અને જાણીતી રેસીપી છે તો જાણો કેવી રીતે બને છે પરંપરા થી ચાલી આવતી આ રેસિપી દહીંથરા અને આજે જ બનાવો અને કહો કેવી લાગી..

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

દહીંથરા રેસીપી બનાવવાની સામગ્રી:

દહીંથરા રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણમાં મેંદો, રવો, ઘીનું મોણ અને મલાઈ લઈ મિક્સ કરો, થોડું થોડું દૂધ લઇ કઠણ લોટ બાંધીલો,

લીંબુ જેટલો લુવો લઈ હાથેથી મોટો કરીલો, પાટલા પર પણ વણાય, થોડા ભરેલા રાખવાના

ઉપર થોડા કાપા પાડવા, ગરમ ઘી માં ધીમા થી મધ્યમ તાપે ગુલાબી રંગના તળી લેવા