દાળ ઢોકળી રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

આપણા ગુજરાતી ઘરો માં દાળ ઢોકળી બહુ બને. મને તો દાળ ઢોકળી બહુ જ ભાવે. આપણા ઘર માં બપોર ની દાળ વધી હોય તો એમાં થી પણ દાળ ઢોકળી બનાવી શકાય અને જો ના હોય તો નવી દાળ બનાવી ને દાળ ઢોકળી બનાવાય. ઘણા બધા લોકો દાળ ઢોકળી જોડે ભાત પણ બનાવે છે. ભાત દાળ ઢોકળી જોડે સરસ પણ લાગે છે. દાળ ઢોકળી માટે જે દાળ બનાવામાં આવે છે એ ગુજરાતી દાળ હોય છે. અને તે ગુજરાતી દાળ માં મસાલા રોટલી ના લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે। અને આ દાળ ઢોકળી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવાની રીત. જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે.

તૈયારીનો સમય:૧૫ મિનિટ

બનાવવા નો સમય:૪૦ મિનિટ

વ્યક્તિ માટે:

દાળ ઢોકળી રેસીપી બનાવવાની સામગ્રી:

દાળ ઢોકળી રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણ માં ઘઉં નો લોટ, ચણા નો લોટ, મીઠું, હળદર, લાલ મરચું, અજમો મિક્ષ કરો અને મધ્યમ કઠણ લોટ બાંધી લો

હવે લોટ પર તેલ ઉમેરો અને લોટ ને મસળી લો

લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકી દો

એક કુકર માં દાળ અને ૩ કપ પાણી મિક્ષ કરો અને બાફી લો

કૂકરમાંથી હવા નીકળી જાય પછી ૨ કપ પાણી અને ટામેટા ઉમેરો અને બ્લેન્ડર વડે દાળ ને પીસી લો

હવે પીસેલી દાળ માં હળદર, ધાણાજીરું, લીલા મરચા, આદુ, મીઠું, લાલ મરચું, ગોળ, સીંગદાણા, મિક્ષ કરો અને મધ્યમ આંચ પર ૫-૬ મિનિટ સુધી ઉકળવા દો

હવે દાળ વધારવા માટે વાઘરીયા માં તેલ ગરમ કરો અને તેમાં રાય નાખો

રાય ફૂટે એટલે તેમાં જીરું, હિંગ, લીમડો, સૂકા લાલ મરચા, ઉમેરો અને હલાવો

આ વઘાર ને દાળ પર રેડી દો અને બરાબર મિક્ષ કરી દો

હવે દાળ નો ગેસ ધીમો કરી દો

હવે બાંધેલા ઢોકળી ના લોટ માંથી એક રોટલી જેટલો લુઓ લો અને કોરા લોટ વડે તેને વણી લો

તેને ૧ ઇંચ જેટલા મોટા ચોરસ ટુકડા માં કાપી લો

આ ટુકડા દાળ માં ઉમેરો

આવી જ રીતે બધા જ લોટ ની ઢોકળી બનાવી દાળ માં ઉમેરો

દાળ ને બરાબર હલાવો અને ધીમા ગેસ પર ૧૦-૧૫ મિનિટ સુધી ઉકળવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી ઢોકળી નીચે બેસી ના જાય

હવે દાળઢોકળી માં લીંબુ નો રસ અને કોથમીર મિક્ષ કરો અને ગેસ બંધ કરી દો

ગરમ ગરમ દાળઢોકળી પીરસો