ઢેખરા રેસીપી
Kavi Nidhidaરેસીપી
બનાવવા ની રીત:
ઢેખરા નામ સાંભળતા જ નવીનતા લાગે કે આ કેવી વાનગી હશે? ઢેખરા એ દક્ષિણ ગુજરાત ની વાનગી છે અને નવાઈ ની વાત તો એ છે કોઈ પણ લારી કે સ્ટ્રીટ ફૂડ માં આ વાનગી વેચાતી જોવા પણ નથી મળતી. ઢેખરા એ પીકનીક માં લઇ જવા માટે અથવા તો ઘરે કિટ્ટી પાર્ટી હોય ત્યારે ચા જોડે સર્વ કરવા નો બેસ્ટ નાસ્તો છે, તો જાણો કેવી રીતે બને છે આ સ્વાદિષ્ટ ઢેખરા
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
ઢેખરા રેસીપી બનાવવાની સામગ્રી:
- એક કપ લીલા તુવેર ના દાણા,
- 3 કપ ચોખનો લોટ,
- 2 ટેબલ સ્પૂન તેલ,
- નમક,
- હળદર,
- 2 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ,
- 3 ટેબલ સ્પૂન ગોળ,
- 3 કપ પાણી,
- 2 ટી સ્પૂન તલ,
- તળવા માટે તેલ.
ઢેખરા રેસીપી બનાવવા ના સ્ટેપ:
તુવેરના દાણા ને કૂકર માં બાફી લો,
એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં બધા મસાલા નાખી ઉકાળો,
બાફેલા તુવેર ના દાણા પણ નાખો,
લોટ માં તેલનું મોણ નાખી, ઉકળતા પાણીમાં મિક્સ કરીલો,
એક થાળી માં તેલ ચોપડી ને તેમાં લોટ કાઢી,
પછી ઢોકળીયા માં થાળી મૂકી 10 મિનિટ બાફી લો,
પછી સહેજ ઠંડુ પડે એટલે પેંડા જેવા ગોળ વાળી ગરમ તેલમાં બ્રાઉન રંગના તળી લો....