દૂધી દાળ નું શાક

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

દૂધી ઉનાળા માં બહુ આવે. અને ઉનાળા માં દૂધી ખાવી જ જોઈ એ। દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. પણ ઘર ના બધા દૂધી નું નામ સાંભળી ને મ્હોં બગાડે. પણ હા જો દૂધી- ચણા ની દાળ નું શાક બનાવો તો એમાં ના બગાડે. વળી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનાવશો.

તૈયારીનો સમય:૩૦ મિનિટ

બનાવવા નો સમય:૧૫ મિનિટ

વ્યક્તિ માટે:

દૂધી દાળ નું શાક બનાવવાની સામગ્રી:

દૂધી દાળ નું શાક બનાવવા ના સ્ટેપ:

ચણા ની દાળ ને ધોઈ ને અડધો કલાક ગરમ પાણી માં પલાળી દો

હવે એક કુકર માં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાય અને જીરું નાખો

રાય અને જીરું ફૂટી જાય એટલે તેમાં હિંગ અને ખાંડેલું લસણ નાખીને હલાવો

પછી તેમાં હળદર, પલાળેલી ચણા ની દાળ, દૂધી, મીઠું, લાલ મરચું બધું ઉમેરીને મિક્સ કરો

તેમાં ૨ કપ પાણી ઉમેરો અને કુકર બંધ કરી દો

શાક ને ૫-૬ સીટી વગાડો અને પછી ગેસ ને બંધ કરી દો

કુકર માંથી બધી વરાળ નીકળી જાય એટલે કુકર ખોલી નાખો અને તેમાં કોથમીર ઉમેરો

શાક બરાબર હલાવી લો અને પછી સર્વ કરવા ના વાસણ માં કાઢી લો